For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી એક દંતકથા સમાન છે જેમણે શાસન કરવા માટે જન્મ લીધો છે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 30 મે : હરિયાણા જનહિત કોંગ્રેસના પ્રમુખ અને હિસ્સારથી લોકસભાના સભ્ય કુલદીપ બિશનોઇએ આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી. કુલદીપ બિશનોઇ મોદીને મળ્યા બાદ જણાવ્યું કે જ્યારે વિકાસની વાત આવે ત્યારે નરેન્દ્ર મોદી એક આદર્શ અને રોલ મોડેલ છે. વધુમાં તેમણે જણાવ્યું કે હું જ્યારે ઇંગ્લેન્ડની એક શાળામાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો હતો, જ્યાં મારો પુત્ર ભણે છે. તેઓ સર્વસંમતિથી એવું કહેતા હતા કે ભારતનો જો વિકાસ કરવો હોત તો તેને નરેન્દ્ર મોદીની જરૂરિયાત છે.

બિશનોઇએ એમ પણ કહ્યું કે 'નરેન્દ્ર મોદી એક દંતકથા સમાન છે જેમણે શાસન કરવા માટે જન્મ લીધો છે. અમે સંપૂર્ણ રીતે તેમની સાથે છીએ અને ભારતને તેમના જેવા નેતાની જરૂર છે.' તેમણે જણાવ્યું કે હું જ્યારે પણ હરિયાણાના કોઇ ગામડામાં જાઉ છું તો મને લોકો હરિયાણામાં નરેન્દ્ર મોદી જેવા વિકાસ અંગે પૂછે છે.

બિશનોઇએ જણાવ્યું કે તેઓ પહેલીવાર ગુજરાત આવ્યા છે અને તેઓ ખરેખર અહીના વિકાસથી પ્રભાવિત થયા છે. તેમણે આટલા ઓછા સમયમાં ગુજરાતમાં આવા વિકાસ માટે મોદીને શ્રેય આપ્યો.

કુલદીપ બિશનોઇની એચજેસી એ એનડીએનો એક ભાગ છે અને હરિયાણાના બિન-જાટ સમુદાયોનો પણ ટેકો છે. કોંગ્રેસના ચારેય બાજુથી ઘેરાવા અને ચૌટાલાનું જેલભેગુ થવાથી બિશનોઇ હરિયાણાની રાજનીતિમાં એક હિરો તરીકે ઉભરી આવ્યા છે. તેમનું મોદીને પ્રબળ સમર્થન એ તમામના મો પર તાળા મારી દેશે જેઓ તેમની એનડીએ સાથીદારો અને સંભવિત સાથીદારો વચ્ચે સ્વીકાર્યતા વિશે વાતો કરે છે.

વીડિયો જોવા માટે તસવીરો પર ક્લિક કરતા જાવ...

ભારતના વિકાસ માટે મોદીની આવશ્યકતા જરૂરી : કુલદીપ બિશનોઇ

English summary
Hariyana janhit congress party chief meet Gujarat CM Narendra Modi at gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X