For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આપણી સંસ્કૃતિમાં દરેક જીવ બહુમૂલ્ય અને પૂજનીય છે': નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 13 જુલાઇ: ગુજરાતના મુખ્યમંત્રી અને ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ ચાલુ કારમાં પૈડા નીચે કુતરાના બચ્ચાના મોત પર દુખ સંબંધી તેમના કથન પર બબાલને નકારી કાઢતાં કહ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં દરેક જીવનો સન્માન છે અને તેની પુજા કરવામાં આવે છે.

નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર સંદેશમાં કહ્યું હતું કે બ્રિટિશ સમાચાર એજન્સી રોયટરને આપેલા એક ઇન્ટરવ્યું બધાની સમક્ષ છે. દેશના લોકો તેને વાંચીને પોતે જ નિર્ણય કરી શકે છે કે તેમને શું કહ્યું છે. નરેન્દ્ર મોદી પોતાની ટ્વિટ સાથે જ આ ઇન્ટરવ્યુંની લીંક પણ મુકી છે. નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનથી ઉમટેલા રાજકીય વાવાઝોડા બાદ ટ્વિટર પર કહ્યું હતું કે 'આપણી સંસ્કૃતિમાં દરેક જીવ બહુમૂલ્ય અને પૂજનીય છે.

એક ઇન્ટરવ્યુંમાં રમખાણોને લઇને અફસોસ હોવા અંગે પૂછવામાં આવતાં નરેન્દ્ર મોદીની આ ટિપ્પણી જો ' કુતરાનું બચ્ચું પણ ગાડી નીચે આવી જાય છે' તો લોકો દુખી થઇ જાય છે, તેની આકરી ટીકા થઇ છે અને સપાએ તેમના પર આરોપ લગાવ્યો હતો કે તેમને મુસ્લિમોની તુલના કુતરાના બચ્ચા સાથે કરી છે. પોતાના ઇન્ટરવ્યુંમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના રમખાણોમાં સંબંધમાં કહ્યું હતું કે તે ક્યાં પણ કંઇ દુખદ થાય છે તો તેની પીડા બધાને થાય છે.

narendra-modi

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જો તમે કારમાં સવાર હોવ અને એક કુતરાનું બચ્ચું ટાયર નીચે આવી જાય છે તો તમને પીડા થાય છે. ઇન્ટરવ્યું સામે આવ્યા બાદ કોંગ્રેસ અને જનતા દળ યૂ સહિત કેટલાક દળોએ નરેન્દ્ર મોદીની શબ્દાવલી પર આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું હતું કે જે તુલના કરવામાં આવી છે તેના માટે તેમને માફી માંગવી જોઇએ. ટીકાકારોના અનુસાર નરેન્દ્ર મોદીના શબ્દો દ્વારા તેમની માનસિકતા ઉજાગર થાય છે.

English summary
Hours after Narendra Modi’s 'puppy' remark kicked up a political storm on Friday, while dismissing all criticism of his role in 2002 Gujarat riots, he tweeted, “In our culture every form of life is valued & worshipped.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X