પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતીની બેઠકનો આજે અંતિમ દિવસ

Subscribe to Oneindia News

ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક બીજી થીશરૂ કરવામાં આવી હતી જેનો આજે છેલ્લો દિવસ છે ત્યારે આજની બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોન બેઠકો માટે ઉમેદવારોની પસંદગીને લઈને વિચાર વિમર્શ કરવામાં આવશે. આજે રાજકોટના, જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર શહેર, ગીર સોમનાથ, જૂનાગઢની અને અમરેલી, પોરબંદર, બેઠકો પર ચર્ચા થશે. નોંધનીય છે કે હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેરાત થઇ ગઇ છે. ડિસેમ્બરમાં ગુજરાતમાં ચૂંટણી છે અને ભાજપ માટે આ ચૂંટણી તેની આન-બાન અને શાનનો વિષય બની ચૂકી છે.

Gujarat BJP

ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં જ કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનમાં ચૂંટણી યોજાવવાની છે. ત્યારે આજની બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનને લઈને જ ચર્ચા થશે. બેઠક બાદ પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિનાના સભ્યો ઉમેદવારની યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરશે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારોના નામ નક્કી કરી ફોર્મ ભરવાના 2 દિવસ પહેલા ઉમેદવારોના નામ જાહેર કરશે. ત્યારે કચ્છ સૌરાષ્ટ્ર પટ્ટા ભાજપના કયા ઉમેદવારને ભાજપ ઉતારે છે તે હવે જોવાનું રહ્યું.

English summary
Last day of Regional BJP Election Committee today. Read here all the updates

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.