For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇની સબઅર્બન રેલવે હવે ગુજરાતની વીજળીથી દોડશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 સપ્ટેમ્બર : મુંબઇની જીવાદોરી સમાન સબઅર્બન રેલવે નેટવર્કના ધબકારા હવે ગુજરાતની વીજળી પર ચાલશે. મુંબઇની સબઅર્બન રેલવે નેટવર્કનો આ નિર્ણય ગુજરાતમાંથી મળતી સસ્તી વીજળીને કારણે છે. આ અંગે સોમવારે સેન્ટ્રલ રેલવેએ જાહેરાત કરી હતી કે તેઓ મુંબઇની સબઅર્બન ટ્રેન્સ ચલાવવા માટે ગુજરાતની વીજ કંપનીઓ પાસેથી જરૂરિયાત પુરી કરશે.

આ વર્ષના આરંભમાં વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે તેઓ પાડોશી રાજ્યોની સસ્તી વીજળી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વેસ્ટર્ન રેલવેનું કહેવું છે કે વર્તમાન સમયમાં મહારાષ્ટ્રમાંથી અમને પ્રતિ યુનિટ રૂપિયા 7થી 10ના દરે વીજળી મળે છે. આ સામે અમે ગુજરાતમાંથી વીજળી મેળવીશું તો અમને પ્રતિ યુનિટ રૂપિયા 5ના દરે વીજળી મળશે. અમારા વીજળી બિલમાં મોટો ફેર પડશે. જેના કારણે અમે મોટી બચત કરી શકીશું.

-train-7

પ્રાપ્ત માહિતી અનુસાર સેન્ટ્રલ રેલવેએ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. રેલવે એનર્જી મેનેજમેન્ટ કોર્પોરેશન (REMC) દ્વારા ઉર્જા બચત, પાવર ટ્રેડિંગ પ્રવૃત્તિ અને ઉર્જા ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં કામગીરી કરે છે. આ એજન્સીએ ગુજરાત સાથે ઓછા વીજ ભાવ મુદ્દે વાતચીત શરૂ કરી છે.

વર્તમાન સમયમાં રેલવે દિવસ દરમિયાન ફિક્સ્ડ દરે વીજળીની કિંમત ચૂકવે છે. જ્યારે રાત્રિ દરમિયાન ઓફ પીક અવર્સ દરમિયાન સસ્તા દરે વીજળી મેળવે છે. આ બાબતને પુષ્ટિ આપતા રેલવેના સ્પોક પર્સન નરેન્દ્ર પાટિલે જણાવ્યું કે ઉંચા વીજળી ભાવને કારણે અમારા પર બોજ વધે છે. અમારે ઔદ્યોગિક દરે વીજળી ખરીદીને રાહત દરે ટ્રેન સેવા ચલાવવાની હોય છે. આવા સમયે સસ્તી વીજળીને કારણે અમને મોટી રાહત મળી શકે એમ છે. સેન્ટ્રલ રેલવે દર મહિને 160 મિલિયન યુનિટ જેટલો વીજળી વપરાશ ધરાવે છે.

આવી જ રીતે પશ્ચિમ રેલવે પણ સસ્તી વીજળી મેળવવા માંગે છે. વેસ્ટર્ન રેવલેની કુલ આવકનો 25 ટકા હિસ્સો વીજળી ખરીદવામાં ખર્ચ થાય છે. તે વેતન બાદ સૌથી મોટો ખર્ચ છે.

English summary
Mumbai’s suburban rail network to buy cheaper electricity from Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X