• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15 ડિસેમ્બરે ગુજરાતમાં એકતા માટેની દોડ કરીશું: મોદી

|

ગાંધીનગર, 11 નવેમ્બરઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત કાર્યકર્તાઓના વિજય વિશ્વાસ સ્નેહ મિલનમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ઉપસ્થિત એક લાખ કરતા વધુ કાર્યકર્તાઓને ઉદ્બોધક અને પ્રેરક સંબોધન કર્યું હતું. આ તકે તેમણે 2014ની ચૂંટણીમાં કેન્દ્રમાં ભાજપની સરકાર સ્થપાય તે માટે સંકલ્પ લેવા અને ગુજરાતમાં 15મી ડિસેમ્બરે એકતા માટેની દોડ વિશ્વ રેકોર્ડ સ્થાપે તે માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું.

આ તકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ટેક્નોલોજી અને સંસ્થાઓના સંગમથી એક નવું કામ કરી શકીએ છીએ. આપણે ગુજરાતમાં કરી શકીએ છીએ અને રાષ્ટ્રમાં પણ આ જ પ્રકારે કાર્ય કરી શકીએ છીએ એ દિશામાં વિચારવાની જરૂર છે. તમે વિચારો કે હું ટેક્નોલોજી થકી તમારી સાથે વાત કરી શકુ છું અને તેને લઇને હું ઘણો જ ખુશ છું. સામાન્ય રીતે સત્તા પક્ષ હોય એટલે આળશ આવી જાય, ઢીલાશ આવી જાય, ઓવર કોન્ફિડન્સ આવી જાય. ગુજરાતમાં આપણે 20 વર્ષથી એકધારા સત્તા પર છીએ, તેમ છતાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજે પણ પગવાળીને બેઠો નથી. આજે પણ તેને લાગે છે, આપણે દેશ માટે કંઇક કરી શકીએ અને જ્યારે સારુ થતુ જોવા મળે, બદલાવ જોવા મળે, સિદ્ધી સામે મળે ત્યારે દેશભક્તને કામ કરવાનો ઉમંગ મળે અને ગુજરાતમાં એ આપણે અનુભવ્યું છે.

narendra-modi-rally
ગુજરાતમાં કાર્યકર્તાઓમાં જોવા મળે છે. સ્નેહમીલનના કાર્યક્રમમાં દોઢ લાખ કરતા વધુ કાર્યકર્તા મોડ્યુલાઇઝ થાય એ જણાવે છે કે, સગંઠન તરીકે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને નેતાએ સાચી દિશા પકડી છે અને તેથી સંગઠનની જવાબદારી સ્વિકારનારાને અભિનંદન પાઠવું છું. જેમ સંગઠનની શક્તિ છે તેમા, લોખંડના ગોળા જેવી ના હોય પરંતુ સંગઠનની પદ્ધતિ વટવૃક્ષ જેવી હોય મૂળ્યા પણ ઉંડા ઉતરે અને કદ પણ વધે અને તેની ઉપયોગિતા પણ વધે. સગંઠન વૃક્ષની જેમ વધે. ગુજરાતે જે સંગઠન ઉભુ કર્યું છે તે વટવૃક્ષ પ્રકારે ઉભુ કર્યું છું.

આ જ મોડલ આપણે તાલુકા લેવલે, શક્તિ કેન્દ્ર લેવલે કેવી રીતે વધારીએ અને આપણા સંગઠન છત્રછાયા રૂપ કેવી રીતે બને એ આ ભાવ વધુ કેવી રીતે વધુ પ્રચલિત કરીએ તે દિશામાં કામ કરીએ. છમાંથી ત્રણ લોકસભા ખેડા, આણંદ અને પાટણમાં આપણે જીતેલા નથી. હારેલા અંગે જાણીએ તો કોંગ્રેસમાં અને આપણામાં જાજો તફાવત નથી. તેથી એ દિશામાં કામ કરવાની જરૂર છે.

દ્વિપક્ષી લડાઇ હોય ત્યારે છેલ્લા દિવસ સુધી ખબર ના પડે કે કોણ આગળ છે અને તેના કારણે ઘણી વાર કાચુ કપાઇ જાય. ખુબ બારીકાઇથી આ ચૂંટણી લડવી જોઇએ. ગુજરાત ભાજપે લોકસભા અને ધારાસભા કેટલી જીત્યા તેમાંથી બહાર આવીને બુથ કેટલા જીત્યા તે અંગે વિચારવું જોઇએ. 2014ની ચૂંટણી, સમગ્ર દેશમાં વાતાવરણ જોઉ છું. જે દ્રશ્યો મે ગુજરાતમાં નથી જોયા તે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે જોવા મળે છે. જ્યાં હુ પહેલીવાર જાઉ છું ત્યાં પણ પ્રજા માણસનો પ્રેમ એવો વરસી રહ્યો છે, હિન્દુસ્તાનનો એકપણ ખૂણો એવો નથી જ્યાં પ્રજા આપણા કરતા આગળ દોડતી હોય તેવું લાગે છે. દેશ આટલી તીવ્ર ગતિએ દોડતા કમળની પાછળ ઉભો હોય ત્યારે ગુજરાતની જવાબદારી વધી જાય છે.

ત્યારે આપણે એવું કરવું જોઇએ, દરેક પોલિંગ બુથના જેટલા પણ નેતા હોય તેને ભાજપ સાથે જોડો. દરેક સમુદાયના નેતાઓને ભાજપમાં 2014ની ચૂંટણી માટે જોડાવા તૈયાર કરો. 2014ની ચૂંટણી ગુજરાતમા માટે ચૂંટણી નથી પણ ગૌરવનો અવસર છે. આ અવસરનો લાભ આપણે લેવો જ રહ્યો. તેની શરૂઆત પોલિંગ બુથ લેવલે દરેક સમુદાયના લોકોને જોતરવાનું લક્ષ્ય પાર કરવાનું છે. આ કામ રાજ્ય કક્ષાએ, જિલ્લા કે તાલુકા લેવલે ના થાય પરંતુ બુથ લેવલે થાય, તેથી મન મુકીને લાગી જાઓ.

આ એક નવી સ્ટ્રેટેજી અને એ જાહેરમાં કરવી છે, કારણ કે આપણે સમાજથી કંઇ છૂપાવું નથી. અને જો એ લઇને જઇએ તો આપણે પરિણામ મેળવી શકીએ. આપણી સાચી શક્તિ આપણા કાર્યકર્તાઓ છે, આપણે જ્યાં પહોંચ્યા છીએ તે કાર્યકર્તાઓના પરિશ્રમથી પહોંચ્યા છીએ. આ લાખો કાર્યકર્તાઓની તપસર્યાના કારણએ દેશમાં આપણે જે સૌથી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એ છે વિશ્વાસ. સામાન્ય માનવીને આપણા માટે વિશ્વાસ પેદા થયો છે.

આપણી પાર્ટી માટે સમાજ, દેશમાં આટી બધી લાગણી પેદા થઇ છે. મને વિશ્વાસ છે કે ગુજરાત ભાજપનો કાર્યકર્તા કોઇ કચાશ નહીં રાખે. આપણા કાર્યકર્તાને મધ્યપ્રદેશની જવાબદારી વધી છે અને તમે જોજો ત્યાં ચેતના આવશે. આપણે પણ વિજયના વિશ્વાસ સાથે આપણને જે નાની મોટી જવાબદારી મળી છે, તેને નિભાવીએ.

આવનારા સમયમાં ગુજરાત એક અનેરુ કામ કરવાનું છે. સરદાર પટેલે એકતા અખંડિતતા માટે જે કામ કર્યું છે તે અતુલનિય છે. સરદાર વલ્લભભાઇ પટેલની દિર્ઘદ્રષ્ટિ અને શક્તિ હતી કે દેશ એક બન્યો. આ મહાપુરુષનું જેટલું ઋણ ચુકવીએ તેટલું ઓછું છે. આપણે તો જાણીએ, આપણી પેઢી તો જાણે પણ આ વિશ્વ પણ જાણે એક સરદાર પટેલ જેવા મહાપુરુષે ગણતરીના દિવસોમાં ભારતને એક બનાવવાનું બીડુ ઉપાડ્યું અને પૂર્ણ કર્યું.

કમનસીબે તેમનું જે ઐતિહાસિક મહત્વ મળવું જોઇએ તે ના મળ્યું, ઇતિહાસ ભૂલાઇ ના જાય, મહા પુરુષો ભુલાઇ ના જાય તે કામ આપણે કરવાનું છે અને તેથી જ આપણે એવું બીડુ ઉપાડ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ. વિશ્વનું સૌથી ઉંચુ બાવલુ બનાવું છે. આ બાવલુ તેની હાજરી નોંધાવે છે. વિશ્વ આખાનું ધ્યાન ખેંચવું જોઇએ અને એ દિશામાં ગુજરાતના કાર્યકર્તા કામ કરે તેવી ઇચ્છા છે. હિન્દુસ્તાનનું દરેક ગામ કામ કરે તે કરવાનું છે.

આપણે 15 ડિસેમ્બરે એકતા માટેની દોડ કરવાની છે. આપણે ગુજરાતની અંદર નગરપાલિકા, મોટી પાલિકામાં આખુ નગર દોડે તે અભિયાન ઉઠાવવાનું છે. સરકાર અને અધિકારીઓ તો જોડાવના છે, પરંતુ તમારે અત્યારથી કામ કરવાનું છે. આખા ગુજરાતમાં સરદાર-સરદાર અને એકતા-એકતા કરી નાખો. અને જો આટલી મોટી સંખ્યામા લોકોને દોડાવીએ તો એક રેકોર્ડ પ્રસ્થાપિત કરીએ. 15 ડિસેમ્બરથી 26મી જાન્યુઆરી સુધીમાં લોખંડના ટૂકડા એકત્ર કરવા છે, તેને ઓગાળીને તેનો ઉપયોગ સમગ્ર પ્રોજેક્ટમાં કરવામાં આવશે. સાત લાખ ગામડાઓને લાગશે કે આ કામમાં તેઓ જોડાયા છે.

2014ની ચૂંટણી જીતવા માટે વિજયનું વ્રત લઇને એક એક શક્તિ કેન્દ્ર પર બેસી જાય તેવા કાર્યકર્તાઓની જરૂર છે. 15 કલાક કામ કરે તેવું કામ કરે છે. ગાંધીજીએ આઝાદી માટે જે વિજયવ્રતી કાર્ય કર્યું તે રીતે આપણે 2014માં ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવે તે સંકલ્પ સાથે આગળ વધીએ.

English summary
Narendra Modi addressing Vijay Vishwas Sneh Sammelan at 6 Lok Sabha constituencies via video conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more