For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...અને હવે ઓસ્ટ્રેલિયાએ પણ નરેન્દ્ર મોદીને આપ્યું આમંત્રણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 ઓગષ્ટ: ઓસ્ટ્રેલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીને પોતાના દેશ પધારવાનું આમંત્રણ પાઠવ્યું છે. આ પહેલાં બ્રિટનના સાંસદ નરેન્દ્ર મોદીને સંસદ સંબોધિત કરવા માટે આમંત્રણ આપી ચૂક્યાં છે. ગુજરાત સરકારના નિવેદન મુજબ ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશ્નર પૈટ્રિક સક્લિંગના ગાંધીનગરમાં નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને ઓસ્ટ્રેલિયા પધારવાનું આમંત્રણ આપ્યું હતું.

સક્લિંગે નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે 'ઓસ્ટ્રેલિયાની વિદેશ નીતિમાં ભારત શિખર પર છે. આ કારણે બંને દેશો વચ્ચે સારા સંબંધ છે. ગુજરાતની સાથે સારા સંબંધ બનાવવા માટે 10 વર્ષથી અમારી પ્રાથમિકતામાં છે.' આ મુલાકાત દરમિયાન બંને પક્ષોએ શિક્ષણ, રમતગમત, કૃષિ, ડેરી ટેકનોલોજી, જળ વ્યવસ્થાપન માળખા સહિત કેટલાક ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવના પર ચર્ચા કરી હતી.

તેના જવાબમાં નરેન્દ્ર મોદીએ સક્લિંગને સપ્ટેમ્બરમાં થનારી ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર ટેક્નોલોજી શિખર સંમેલન અને 2015માં થનારી ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ શિખર સંમેલનમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું છે. ગત અઠવાડિયે બ્રિટનના વિપક્ષી દળના 'લેબર ફેંડ્સ ઓફ ઇન્ડિયા'ના ચેરમેન બેરી ગાર્ડિનરે નરેન્દ્ર મોદીને પત્ર લખીને આધુનિક ભારતના વિષય પર હાઉસ ઓફ કોમર્સને સંબોધિત કરવાનું આમંત્રણ આપ્યું હતું.

નરેન્દ્ર મોદીને આમંત્રણ

નરેન્દ્ર મોદીને આમંત્રણ

ઓસ્ટ્રેલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીને પોતાના દેશ પધારવાનું આમંત્રણ પાઠવ્યું છે. આ પહેલાં બ્રિટનના સાંસદ નરેન્દ્ર મોદીને સંસદ સંબોધિત કરવા માટે આમંત્રણ આપી ચૂક્યાં છે.

બંને દેશો વચ્ચે સારા સંબંધ

બંને દેશો વચ્ચે સારા સંબંધ

પૈટ્રિક સક્લિંગે નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે 'ઓસ્ટ્રેલિયાની વિદેશ નીતિમાં ભારત શિખર પર છે. આ કારણે બંને દેશો વચ્ચે સારા સંબંધ છે.

વિવિધ વિષયો પર ચર્ચા

વિવિધ વિષયો પર ચર્ચા

આ મુલાકાત દરમિયાન બંને પક્ષોએ શિક્ષણ, રમતગમત, કૃષિ, ડેરી ટેકનોલોજી, જળ વ્યવસ્થાપન માળખા સહિત કેટલાક ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવના પર ચર્ચા કરી હતી.

નરેન્દ્ર મોદીએ પણ પાઠવ્યું આમંત્રણ

નરેન્દ્ર મોદીએ પણ પાઠવ્યું આમંત્રણ

નરેન્દ્ર મોદીએ સક્લિંગને સપ્ટેમ્બરમાં થનારી ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર ટેક્નોલોજી શિખર સંમેલન અને 2015માં થનારી ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ શિખર સંમેલનમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું છે.

નરેન્દ્ર મોદી સાથે મુલાકાત

નરેન્દ્ર મોદી સાથે મુલાકાત

ગુજરાત સરકારના નિવેદન મુજબ ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશ્નર પૈટ્રિક સક્લિંગના ગાંધીનગરમાં નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને ઓસ્ટ્રેલિયા પધારવાનું આમંત્રણ આપ્યું હતું.

English summary
Close on the heels of British MPs inviting him to address their Parliament, Australia on Friday extended an invitation to Gujarat Chief Minister Narendra Modi to visit that country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X