રાજકોટમાં 5 આંગણવાડી વર્કરોની તબિયત લથડી
રાજકોટ સમેત ગુજરાતભરમાં આશા વર્કરોએ કર્યો વિરોધ. રાજકોટમાં 5 મહિલાઓની ભૂખ હડતાલ બાદ હાલત લથડી.
ગુજરાતભરમાં આંગણવાડી અને આશા વર્કરો પોતાની માંગણી લઇને હડતાલ પર બેઠી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી બહાર બીજા દિવસે પણ આમણાંત ઉપવાસ પર બેઠેલી આંગણવાડીની મહિલાઓ માંથી 5 આંગણવાડી વર્કરની તબીયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેમાં એક ગંભીર મહિલાની હાલત ગંભીર છે. નોંધનીય છે કે 30 જેટલી મહિલાઓ આમરણાંત ઉપવાસ પર છે.

તો બીજી તરફ બનાસકાંઠામાં આંગણવાડી મહિલાઓનો પ્રતીક ઉપવાસના મામલો તંત્ર ની મંજૂરી વગર આદર્યા પ્રતીક ઉપવાસ બાદ પોલીસ દ્વારા બહેનોને સમજાવવાનો પ્રયત્ન રહ્યો છે. નોંધનીય છે કે 3 દિવસથી આ કાર્યક્રમને મંજૂરી નથી મળી. લાંબા સમયથી રાજકોટ સમેત ગુજરાતભરમાં આંગણવાડીની બહેનો વિરોધ પ્રદર્શન કરી રહી છે. નોંધનીય છે કે આ વખતના બજેટમાં તેમના પગારમાં 15 ટકાનો વધારો આપવામાં આવ્યો હતો. પણ આ મહિલાઓ આ વધારાથી ખુશ નથી.












Click it and Unblock the Notifications
