અલ્પેશ ઠાકોરના તાળાબંધી કાર્યક્રમનો ફિયાસ્કો

Written By:
Subscribe to Oneindia News

સાણંદ ખાતે 23 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ ટાટા નેનો પ્લાન્ટને તાળાબંધી કરવાના અલ્પેશ ઠાકોર ના કાર્યક્રમનો ફિયાસ્કો થઈ ગયો હતો. ગુજરાતમાં યુવાનોની બેરોજગારની પ્રશ્ને અલ્પેશ ઠાકોરે ટાટા નેનો પ્લાન્ટની તાળાબંધીનો કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ અલ્પેશ ઠાકોર નેનો પ્લાન્ટ પહોંચે તે પહેલા જ તેની અટકાયત કરી લેવાઈ હતી.

alpesh thakor

અલ્પેશ ઠાકોરે અમદાવાદ ના રાણીપથી મસમોટા કાફલા સાથે નેનો પ્લાન્ટ તરફ કૂચ કરી હતી. સાણંદ પહોંચી તેમણે એકત્ર થયેલા આંદોલનકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સાથે જ ટૂંકું સંબોધન પણ કર્યું હતું. જો કે સંબોધન બાદ થોડા સમયમાં જ અલ્પેશ ઠાકોરની અટકાયત કરી લેવાઈ હતી.

સાણંદ ખાતે 10થી 12 જિલ્લાઓની પોલીસ ખડેપગે હાજર હતી. પોલીસ જે સ્થાન પર ગોઠવાઈ હતી, તે સ્થાને પહોંચીને રેલી અચાનક અટકી ગઈ હતી. અલ્પેશ ઠાકોર 'અરાજકતા ફેલાવવાનો અમારો ઉદ્દેશ નથી', એમ કહીને પોલીસ ગાડીમાં ગોઠવાઈ ગયો હતો. જો કે હવે અલ્પેશ ઠાકોરે આગામી 27મી તારીખના રોજ ગાંધીનગર તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. તો હવે ગાંધીનગરની કૂચમાં પણ આવા દ્રશ્યો સર્જાય છે કે કેમ તે જોવું રહ્યું.

અહીં વાંચો - વિધાનસભા ગૃહમાં ફરી થઇ ધમાલ, શાસક-વિપક્ષ વચ્ચે ઝપાઝપી

ઉલ્લેખનીય છે કે, નેનો પ્લાન્ટ અને ફોર્ડને તાળાબંધીના કાર્યક્રમનો આસપાસનાં કેટલાંક ગામોના સરપંચોએ વિરોધ કર્યો હતો, જ્યારે કે કેટલાક સ્થાને તાળાબંધીના વિરોધમાં પોસ્ટર્સ પણ જોવા મળ્યા હતા.

English summary
Sanand: Thakor community will protest for employment at Nano projects.
Please Wait while comments are loading...