ગુજરાતઃ કોરોના લૉકડાઉન વચ્ચે થઈ ડિજિટલ શોકસભા, FB પર લાઈવ આપી શ્રદ્ધાંજલિ

કોરોના વાયરસનુ સંક્રમણ નિયંત્રિત કરવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ગુજરાતના એક ગામમાં ડિજિટલ શોકસભા થઈ.

કોરોના વાયરસનુ સંક્રમણ નિયંત્રિત કરવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ગુજરાતના એક ગામમાં ડિજિટલ શોકસભા થઈ. જેમાં એક ગ્રામીણનુ મૃત્યુ થઈ જતા લોકોએ ડિજિટલ રીતે શોક મનાવ્યો, જેથી લૉકડાઉનનુ પાલન થાય અને સોશિયલ ડિસ્ટંસિંગ પણ જળવાઈ રહે. મૃતકના પરિજનોને અન્ય ગ્રામીણો તેમજ શુભચિંતકોએ ફેસબુક લાઈવ કરીને સાંત્વના આપી. સાથે જ મૃતકને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ ઘટના ગુજરાતના પુંસરી ગામથી સામે આવી છે.

gujarat

માહિતી અનુસાર જયંતિભાઈ દરજી(60)નુ મૃત્યુ થઈ ગયુ હતુ. તેમના પરિવાર અને શુભચિંતકોએ શ્રદ્ધાંજલિ આપવા માટે ફેસબુકનો ઉપયોગ કર્યો. ગામના પૂર્વ સરપંચ હિમાંશુ પટેલે જણાવ્યુ કે નજકીના સંબંધીઓ અને દરજીન બાળકો સહિત લગભગ 300 લોકોએ લાઈવ વીડિયો દ્વારા શ્રદ્ધાંજલિ આપી. તેમણે જણાવ્યુ કે લૉકડાઉનના કાણે અમે મૃતકના નાનાભાઈ નટુભાઈને શોકસભા આયોજિત ન કરવાનો અનુરોધ કર્યો હતો. તેના બદલે ડિજિટલ રીતે શોકસભા મનાવવા પર સંમતિ થઈ. ત્યારે મૃતકના પરિવારના 5 લોકો ઘરની બહાર તેમના ફોટા સામે બેઠા અને કેમેરા સાથે લેપટોપ પાસે એક ટેબલ રાખવામાં આવ્યુ. આ રિતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

સરપંચ હિમાંશુ પટેલે આગળ કહ્યુ, સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે ફેસબુક લાઈવનો ઉપયોગ કરીને અમે તેમના પરિવાર અને શુભચિંતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કહ્યુ હતુ. જે હેઠળ મુંબઈ અને ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતા લગભગ 300 લોકોએ શ્રદ્ધાંજલિ આપી. એ વખતે દરજીના દીકરા-દીકરીએ પણ ફેસબુક દ્વારા પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી કે જે બંને ગામથી બહાર રહે છે. તમને જણાવી દઈએ કે આ ગામને વિવિદ ટેકનિકલ ઉપાયો જેવા કે વાયફાય અને સીસીટીવી નિરીક્ષણ વગેરે લાગુ કરવા માટે સામાન્ય રીતે દેશનુ અગ્રણી સ્માર્ટ ગામ પણ કહેવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X