For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોરોનાના યુપીથી વધુ મામલા, અમદાવાદ દેશનું છઠ્ઠું સૌથી પ્રભાવિતવ શહેર

ગુજરાતમાં કોરોનાના યુપીથી વધુ મામલા, અમદાવાદ દેશનું છઠ્ઠું સૌથી પ્રભાવિતવ શહેર

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના વાયરસના તેજીથી ફેલાઈ રહેલ સંક્રમણને પગલે લોકો પર મુસિબતનો પહાડ ટૂટી પડ્યો છે. 18 માર્ચ સુધી આ મહામારીથી સુરક્ષિત રહેલ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં દરરોજ મામલા વધતા જઈ રહ્યા છે. હવે અહીં કોરોનાના દર્દીની સંખ્યા 500ની નજીક પહોંચી ગઈ છે. શુક્ર-શનિવારે રાજ્યમાં 50થી વધુ મામલા આવ્યા છે અને મામલા વધીને 400થી વધુ થઈ ગયા છે. covid19india.org વેબસાઈટ મુજબ રવિવાર સુધી ગુજરાતમાં કોરોનાના 493 મામલા નોંધાયા. જ્યારે ભારત સરકારના પોર્ટલ mohfw.gov.in પર આપવામાં આવેલ આંકડાઓ મુજબ કોરોનાના કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 22 લોકોના જીવ ચાલ્યા ગયા છે. આ ઉપરાંત રિકવર કરાયેલ લોકોની સંખ્યા 44 છે. ઠીક થયેલા લોકોને મોટાભાગે ઘરે મોકલી આપવામાં આવ્યા છે.

એક દિવસમાં 1 હજારથી વધુ ટેસ્ટ

એક દિવસમાં 1 હજારથી વધુ ટેસ્ટ

ગુજરાત સ્વાસ્થ્ય વિભાગ તરફથી ગતરોજ જણાવવામાં આવ્યું કે, 24 કલાકમાં 1593 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1187 ટેસ્ટનો રિપોર્ટ નેગિટિવ આવ્યો હતો, જ્યારે 124 લોકો કોરોના પોઝિટિવ જણાયા. આ ઉપરાંત બાકીના રિપોર્ટ પેન્ડિંગ છે. વિભાગના પ્રમુખ સચિવ જયંતિ રવિએ કહ્યું કે રાજ્યમાં અમદાવાદ અને વડોદરા સૌથી વધુ પ્રભાવિત થયાં છે. માત્ર અમદાવાદમાં જ 200થી વધુ કોરોનાના દર્દી મળી ચૂક્યા છે.

અડધાથી વધુ દર્દી માત્ર અમદાવાદથી

અડધાથી વધુ દર્દી માત્ર અમદાવાદથી

જયંતિ રવિએ જણાવ્યું કે જે 19 લોકોના કોરોનાથી મોત થયા છે, તેમાંથી 7 અમદાવાદના, સૂરતના 4, વડોદરા અને ભાવનગરના 2-2 લોકો સામેલ હતા અત્યાર સુધીમાં કોરોનાના નોંધાયેલા કુલ મામલાની વાત કરીએ તો ગુજરાતમાં આ આંકડો 500ની નજીક પહોંચી ગયો છે. અહીં સૌથી વધુ કોરોના સંક્રમિત લોકો અમદાવાદથી જ મળી રહ્યા છે અને મોતનો આંકડો પણ અહીં જ સૌથી વધુ છે.

14 હજારથી વધુ લોકો ક્વારંટાઈનમાં

14 હજારથી વધુ લોકો ક્વારંટાઈનમાં

આખા રાજ્યમાં હાલ 14 હજારથી વધુ લોકો ક્વારંટાઈનમાં છે. જ્યારે સુરત જેવા શહેરોમાં ક્લસ્ટર ક્વારંટાઈન અને માસ ક્વારંટાઈન કરવામાં આવેલ લોકોની સંખ્યા 50 હજારથી પણ વધુ છે. 7 એપ્રિલે જણાવવામાં આવ્યું હતું કે 14054 લોકો જે ક્વારંટાઈનમાં હતા, તેમાંથી 12885 હોમ-ક્વારંટાઈનમાં, 900 સરકારી વ્યવસ્થાની અંદર અને 269 પ્રાઈવેટ યૂનિટ્સમાં મળી આવ્યા.

J&K: તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમને બંધક બનાવી, પોલીસ પર પણ પથ્થરમારોJ&K: તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમને બંધક બનાવી, પોલીસ પર પણ પથ્થરમારો

English summary
Coronavirus Outbreak gujarat Cases LIVE Updates: the total number of positive coronavirus cases reached 493 in the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X