For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમય સાથે દૃષ્ટિ બદલાઇઃ મોદી પર આમિર ‘ફના’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે બૉલીવુડના જાણીતા અભિનેતા અને નિર્દેશક આમિર ખાને નવી દિલ્હીમાં સાઉથ બ્લોક ખાતે મુલાકાત કરી હતી. નોંધનીય છેકે થોડાક સમય પહેલાં જ ભોપાલ ખાતે એક સેન્ટરનુ ઉદ્ઘાટન કરતી વખતે જ તેમણે મોદી પ્રત્યેની પોતાની દૃષ્ટિ બદલાઇ હોવાનું સ્વીકાર્યું હતુ અને મુલાકાત કરશે તેમ જણાવ્યું હતું, જેના ભાગરૂપે આજે તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચોઃ બોલીવુડ સ્ટાર્સ માને છે મોદી સાથેની મુલાકાત યાદગાર રહી

સોમવારે ભોપાલ ખાતે દેશના પહેલા વન સ્ટોપ ક્રાઇસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવા આવેલા આમિર ખાને પત્રકારોને જણાવ્યું હતું, કે મોદી સરકારે દેશને ઘણા વાયદા કર્યા છે, તેથી જનતાની અપેક્ષાઓ વધી ગઇ છે અને મને પણ મોદીથી ઘણી ઉમીદો છે. સરદાર પટેલ ડેમની ઉંચાઇ વધારવાના સંબંધમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આમિરે કહ્યું કે, હું નર્મદા આંદોલન બચાવો અભિયાન સાથે જોડયો નથી. મે ડેમ પ્રભાવિતોના પુનર્વાસ અને પુનર્સ્થાપનાના મુદ્દેના આંદોલને માત્ર સમર્થન કર્યું હતું. જોકે સરદાર સરોવર ડેમને લઇને તેમને મોદી સાથે કોઇ મતભેદ નથી.

અત્રે ઉલ્લેખનીય છેકે, 2006માં સરદાર સરોવર ડેમને લઇને આમિર ખાને ગુજરાત સરકાર તથા મોદી વિરુદ્ધી ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમની એ સમયે રજૂ થયેલી ફિલ્મને ગુજરાતમાં પ્રદર્શિત થવા દેવામાં આવી નહોતી અને જામનગરમાં એક વિપ્ર યુવાને આત્મહત્યા પણ કરી હતી.

આમિર ખાને નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

આમિર ખાને નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

અભિનેતા આમિર ખાને સાઉથ બ્લોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

મોદી પ્રત્યેની દૃષ્ટી બદલાઇ

મોદી પ્રત્યેની દૃષ્ટી બદલાઇ

મુલાકાત પૂર્વે એક કાર્યક્રમમાં આમિર ખાને કહ્યું હતું કે સરદાર સરોવર ડેમને લઇને મોદી સાથે તેમને કોઇ મતભેદ નથી અને મોદી પ્રત્યેની તેમની દૃષ્ટિ બદલાઇ છે.

ભાપોલમાં વન સ્ટોપ ક્રાઇસિસ સેન્ટરનું ઉદ્ઘાટન

ભાપોલમાં વન સ્ટોપ ક્રાઇસિસ સેન્ટરનું ઉદ્ઘાટન

આમિર ખાને ભોપાલમાં વન સ્ટોપ ક્રાઇસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું, જે અનેક સંસ્થાઓના આપસી સહયોગથી સંચાલિત કરવામાં આવી રહી છે. જેની અનેક શાખાઓ મધ્યપ્રદેશના તમામ શહેરોમાં ખુલવાની છે. જે હેઠળ હિંસા શિકાર મહિલાઓને ચિકિત્સકીય સુવિધા અને કાયદાકીય સહાયતા આપવામાં આવશે.

ગુજરાતમાં થયો હતો આમિરની ફિલ્મનો વિરોધ

ગુજરાતમાં થયો હતો આમિરની ફિલ્મનો વિરોધ

2006માં સરદાર સરોવર ડેમને લઇને આમિર ખાને ગુજરાત સરકાર તથા મોદી વિરુદ્ધી ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમની એ સમયે રજૂ થયેલી ફિલ્મને ગુજરાતમાં પ્રદર્શિત થવા દેવામાં આવી નહોતી.

English summary
The noted film actor and director, Shri Aamir Khan, called on the Prime Minister, Shri Narendra Modi, at South Block today. It was a courtesy call.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X