
વર્ક ફ્રોમ હોમ હશે હવે દુનિયામાં કામ કરવાની નવી રીતઃ રવિશંકર પ્રસાદ
દુનિયાભરમાં કોરોના વાયરસના પ્રકોપના કારણે ઘણી કંપનીઓમાં લોકો ઘરેથી જ કામ કરી રહ્યા છે જેથી અવરજવર ઓછી થાય અને તે સંક્રમણથી બચે. સાથે જ કંપનીઓ પણ લોકોને ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય કાયદા તેમજ આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે કોરોના વાયરસનુ સંકટ ખતમ થયા બાદની દુનિયામાં વર્ક ફ્રોમ હોમના માનદંડ સ્થાપિત થઈ રહ્યા છે.
અંગ્રેજી વર્તમાનપત્ર ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં એક સવાલના જવાબમાં તેમણે આ વાત કહી. પ્રસાદને પૂછવામાં આવ્યુ કે ડિજિટલ ઈકોસિસ્ટમ અર્થવ્યવસ્થામાં આ પ્રમુખ ફેરફારને સંભાળી શકે છે, એ સુનિશ્ચિત કરવા માટે આપે શું કર્યુ? આના જવાબમાં પ્રસાદે કહ્યુ, 'સૌથી મોટો પડકાર એ જહતો કે ભારતની મહાન આઈટી સફળતા કોઈ પણ રીતે બાધિત ન થાય. સૌથી પહેલા મે ઉદાર રીતે ઘરેથી કામ કરવાની અનુમતિ આપી, જેમાં ઘણા નિયમોને સ્થગિત કરવાની જરૂર હતી. હું જોઈ રહ્યો છુ કે કોવિડ-19 બાદ દુનિયામા વર્ક ફ્રોમ હોમ નવુ માનદંડ હશે. મે પોતાના વિભાગને કહ્યુ છ કે તે એક મૉડલ પર કામ કરે જેથી ભારતમાં વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા આર્થિક અને લાભદાયક થાય.'
એ પૂછવા પર કે આગળ તેમને શું મુશ્કેલીઓ દેખાઈ રહી છે, પ્રસાદે કહ્યુ કે, 'જ્યારે દુનિયા લૉકડાઉન કરવા કે ન કરવાના સવાલ વચ્ચે ઉભી હતી તો પીએમ મોદીએ એક મોટુ જોખમ ઉઠાવ્યુ અને મને આપણા નેતા પર ગર્વ છે. સિવિલ સેવાએ પણ ઉત્કૃષ્ટ કાર્ય કર્યુ. લોકોના આઈસોલેશનની વ્યવસ્થા કરી રહી છે. પીડિતોના સંપર્ક વિશે જાણી રહ્યા છે. આટલા બધા લોકોને જમાડી રહ્યા છે. બીજી વાત એ છે કે ભલે તે વેપારી સમાજ હોય કે વેપારી, બધાએ અનુભવ કર્યો છે કે પીએમે જે રસ્તો અપનાવ્યો છે તેમાં જીવનને બચાવવુ સૌથી મહત્વપૂર્ણ છે. હું ક્યારેય ન કહી શકુ કે મુશ્કેલીઓ નહિ આવે પરંતુ તક પણ મળશે. ઉદાહરણ માટે, ભારત ઈલેક્ટ્રોનિક વિનિર્માણ માટે એક મોટુ કેન્દ્ર છે. હું બહુ ઉત્સુક છુ કે પીએમના પ્રોત્સાહથી આપણે કોવિડ-19 બાદ દુનિયામાં મોટા મેન્યુફેક્ચરર બની જશુ.'
આ પણ વાંચોઃ પુત્રના લગ્ન પર કુમારસ્વામીઃ DMએ આપી હતી મંજૂરી, માસ્ક અનિવાર્ય નથી