For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં મા-બાપ જ વિદ્યાર્થીને પરીક્ષામાં ચોરી કરાવે છે

|
Google Oneindia Gujarati News

કહેવાય છે કે બાળકો મા-બાપ પાસેથી સારા-ખરાબ ગુણો શીખે છે માટે જ, જે આચરણમાં હોય તે જ વર્તનમાં આવે. પણ જ્યારે મા-બાપ જ બાળકને ખોટું કરવા ઉશ્કેરે તો પછી કોનો વાંક નીકાળવો.

આ ધટના છે બિહારના પટનાની. જ્યાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે પરિવારજનો મલ્ટી સ્ટોરેજ શાળાના બિલ્ડીંગ પર ચઢી જઇને બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીને ચઠ્ઠી રૂપે પરીક્ષાના જવાબો આપે છે.

board exam cheating

બિહારની હાજીપુર જિલ્લાની શાળામાં પરિવારજનો દ્વારા ચોરીનો સામન પરીક્ષાર્થીને પહોંચાડવામાં આવતો એક વિડિયો ગુરુવારે જ્યારે સોશ્યલ મિડિયા પર વાઇરલ થયો ત્યારે ભારે હોહાપો મચી ગયો.

પરિવારજનો ઇમારતના ચોથા માળ સુધી ચઢી જઇને વિદ્યાર્થીને પરીક્ષાના જવાબની ચિઠ્ઠીઓ પહોંચાડતા આ વિડિયોમાં જોવા મળ્યા. એટલું જ નહીં આખું ને આખું પેપર સોલ્વ કરીને પેપરમાં લખી પરીક્ષાર્થીને નાના છોકરા દ્વારા પહોંચાડવામાં અહીં આવ્યું.

વધુમાં એવું પણ બન્યું કે વિદ્યાર્થીઓને જવાબની ચિઠ્ઠી આપવા જતા કેટલાક લોકો ઉપરથી નીચે પણ પડ્યા. અને કેટલાક ઇજાગ્રસ્ત પણ થયા. આ વિડિયોને જોતા પોલિસના ચાપતા બંદોવસ્ત અને શિક્ષણબોર્ડના પ્રયત્નો બાદ પણ ચોરી કરાવાની આ રીતો બિલકુલ પણ ઓછી થઇ હોય તેવું લાગતું નથી.

વધુમાં કેટલાક વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ પરીક્ષા દરમિયાન ચોરી કરતા હોય તેમ છતાં તેમને કોઇ રોકતું નથી તેવું પણ સોશ્યલ મિડિયામાં બહાર આવ્યું છે.

શિક્ષકો પણ નામ ન આપવાની શરતે સ્વીકારે છે કે અહીં પાછલા કેટલાક વર્ષોથી આવી રીતે જ પરીક્ષા અપાય છે. અને પરિજનો દ્વારા ચોરી કરાવી તે તો અહીં ખૂબ જ સામાન્ય વાત છે. વૈશાલી જિલ્લાના વિદ્યા નિકેતન સ્કૂલમાંથી પણ આવી જ પ્રકારની ચોરીના સમાચાર બહાર આવ્યા છે.

જ્યારે આ પ્રશ્ન બિહારના શિક્ષણ પ્રધાન પી.કે.શાહી આગળ મૂકવામાં આવ્યો ત્યારે તેમ કહ્યું કે અમને પણ આવા સમાચાર પ્રાપ્ત થયા છે અને યોગ્ય ગોઠવણ કર્યા બાદ પણ આવી ધટનાઓ થઇ રહી છે. પણ શું આ બધા પાછળ ખાલી સરકાર જ દોષી છે. સમાજના સહકાર વગર આવી ગેરનિતિઓને રોકવી શક્ય છે?

English summary
biha family members help students in cheating during Board exams
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X