For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવતા પાંચ વર્ષોમાં કેન્સરના કેસોમાં 12% વધારો થશે, 2025 સુધીમાં 15 લાખ કેસઃ રિપોર્ટ

એવુ અનુમાન છે કે આવતા પાંચ વર્ષમાં કેન્સરના કેસોમાં 12 ટકાનો વધારો થઈ જશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કેન્સરના કેસ સતત વધી રહ્યા છે. એવુ અનુમાન છે કે આવતા પાંચ વર્ષમાં કેન્સરના કેસોમાં 12 ટકાનો વધારો થઈ જશે. આ વાત ભારતીય ચિકિત્સતા અનુસંધન સંસ્થાન(આઈસીએમઆર) અને રાષ્ટ્રીય રોગ સૂચના વિજ્ઞાન અને અનુસંધાન કેન્દ્ર (એનસીડીઆરઆઈ)ના રિપોર્ટમાં કહેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે કેન્સરના કેસ 13.9લાખ રહેવાનુ અનુમાન છે. વળી, વર્ષ 2025 સુધી આ કેસ 15 લાખ સુધી થઈ શકે છે.

દેશના ઉત્તર પૂર્વના લોકોમાં સૌથી વધુ જોવા મળી શકે કેન્સરના કેસ

દેશના ઉત્તર પૂર્વના લોકોમાં સૌથી વધુ જોવા મળી શકે કેન્સરના કેસ

વર્ષ 2020માં તમાકુથી થતા કેન્સરનો આંકડો કુલ કેસોના 27.1 ટકા સુધી થઈ શકે છે. આ રીતના કેસ સૌથી વધુ દેશના ઉત્તર પૂર્વ વિસ્તારના લોકોમાં સૌથી વધુ જોવા મળી શકે છે. આ સાથે જ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેક્ટ અને સ્તન કેન્સરના કેસોમ પણ ઝડપથી વધવાનુ અનુમાન છે. પુરુષોમાં સામાન્ય રીતે ફેફસા, મોઢુ, પેટ અને ગ્રાસનળીમાં કેન્સરના સૌથી વધુ કેસ જોવા મળે છે. વળી, મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયમાં કેન્સરના કેસ વધુ જોવા મળે છે. 'રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રી કાર્યક્રમ રિપોર્ટ 2020' નામનો આ રિપોર્ટ મંગળવારે બેંગલુરુમાં રિલીઝ કરવામાં આવ્યો છે.

2025માં પુરુષોમાં કેન્સરના 763,575 કેસ રહેવાનુ અનુમાન

2025માં પુરુષોમાં કેન્સરના 763,575 કેસ રહેવાનુ અનુમાન

રિપોર્ટમાં કેન્સર સંબંધિત માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટના આંકડા દેશભરમાં સ્થિત 28 જનસંખ્યા આધારિત કેન્સર રજિસ્ટ્રી અને 58 હોસ્પિટલ આધારિત કેન્સર રજિસ્ટ્રી પર આધારિત છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં પુરુષોમાં કેન્સરના નવા કેસ 679,421 અને 2025માં 763,575 રહેવાનુ અનુમાન છે. મહિલાઓમાં વર્ષ 2020માં કેન્સરના 712,758 નવા કેસ અને 2025માં 806,218 કેસ રહેવાનુ અનુમાન છે. મહિલાઓમાં સ્તન કેન્સરના કેસ 2 લાખ(14.8 ટકા), ગર્ભાશયના 75,000(5.4 ટકા) રહી શકે છે. પુરુષ અને મહિલા બંનેમાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેક્ટ કેન્સરના કુલ કેસ 2 લાખ 70 હજાર(19.7 ટકા) હોઈ શકે છે.

કેન્સરને સમયસર ખતમ કરી શકાય છે

કેન્સરને સમયસર ખતમ કરી શકાય છે

એઈમ્સના રેડિએશન ઑનકોલૉજીના પૂર્વ અધ્યક્ષ ડૉ. પીકે જુલ્કાનુ કહેવુ છે કે છેલ્લા અમુક વર્ષોમાં કેન્સરના ઈલાજમાં સુધારો જોવા મળ્યો છે. હવે ઘણા પ્રકારની થેરેપી પણ ઉપલબ્ધ છે જે ઈલાજમાં ઘણી મદદગાર સાબિત થાય છે. કેન્સરના કેસ વધી રહ્યા છે પરંતુ સારા સમાચાર એ છે કે હવે દર્દી કેન્સરના શરૂઆતના સ્ટેજમાં જ ઈલાજ કરાવવા આવે છે જેનાથી બિમારીને સમયસર ખતમ કરી શકાય છે.

દેશમાં 73%ને પાર પહોંચ્યો કોરોના રિકવરી દર, 20 લાખથી વધુ દર્દી થયા રિકવરદેશમાં 73%ને પાર પહોંચ્યો કોરોના રિકવરી દર, 20 લાખથી વધુ દર્દી થયા રિકવર

English summary
Cancer patients in india could increase by 12 percent in next 5 years says icmr in report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X