For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAT 2012નું પરિણામ જાહેર : 10 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઇલ મેળવ્યા

|
Google Oneindia Gujarati News

cat-2012
નવી દિલ્હી, 9 જાન્યુઆરી : દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) અને અન્ય અગ્રણી બિઝનેસ સ્કૂલ્સમાં પ્રવેશ મેળવવા માટે ફરજિયાત ગણાતી કોમન એડમિશન ટેસ્ટ (કેટ) 2012નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષના પરિણામમાં 10 ઉમેદવારો 100માંથી 100 પર્સેન્ટાઇલ મેળવવામાં સફળ થયા છે.

આ અંગે આઇઆઇએમ-કોઝિકોડના ડાયરેક્ટર દેબાશિષ ચેટરજીએ જણાવ્યું કે "અમને આનંદ છે કે અમે આઇઆઇએમ્સના ક્લાસરૂમ્સમાં જાતિ વિવિધતા લાવી શકવામાં સફળ થયા છીએ. અમને વિશ્વાસ છે કે જે વિદ્યાર્થીઓ આઇઆઇએમ્સમાં પ્રવેશ મેળવવામાં સફળ થશે તેમના અનુભવમાં વધારો થશે."

નોંધપાત્ર બાબત એ છે કે કોમ્પ્યુટર આધારિત ફોર્મેટમાં કેટના પરિક્ષા લેવાનું શરૂ કરવામાં આવ્યું તે પછી કેટ 2012માં સૌ પ્રથમવાર નોંધણીઓ વધી છે. આ ઉપરાંત નબળી આર્થિક સ્થિતિવાળા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી હતી.

આ વર્ષે કુલ 2,14,068 રજિસ્ટ્રેશન થયા હતા. જેમાંથી કુલ 1,91,642 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ વર્ષે 11 ઓક્ટોબર, 2012થી 6 નવેમ્બર, 2012 સુધી 21 દિવસ પરીક્ષા યોજવામાં આવી હતી.

કેટ 2012ના કન્વીનર અને આઇઆઇએમ-કોઝિકોડના પ્રોફેસર એસ એસ એસ કુમારનું કહેવું છે કે વ્યાવસાયિક દ્રષ્ટિ અને હેતુ સિધ્ધ કરવામાં આઇઆઇએમને ફરીએક વાર સફળતા મળી છે.

CAT 2012ના પરિણામોની હાઇલાઇટ્સ

આ વર્ષના પરિણામોની ખાસ બાબત એ છે કે 10 વિદ્યાર્થીઓ 100 પર્સેન્ટાઇલ મેળવવામાં સફળ થયા છે. તેમાંથી એક વિજ્ઞાન જ્યારે 9 એન્જીનીયરિંગના વિદ્યાર્થીઓ છે. આ 10 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ આઇઆઇટીમાંથી આવે છે. 100 પર્સેન્ટાઇલ મેળવનારા 10 વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓ તેમના ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં છે.

પરિણામોના વિશ્લેષણ અનુસાર 4 છોકરીઓ 99.99 પર્સેન્ટાઇલ મેળવવામાં સફળ રહી છે. આ ચારેય છોકરીઓ એન્જીનીયરિંગની વિદ્યાર્થિનીઓ છે. તેઓ દેશના વિવિધ રાજ્યો કર્ણાટક, ઓરિસ્સા, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં અભ્યાસ કરે છે. 99 પર્સેન્ટાઇલ અને તેનાથી વધારે સ્કોર કરનારા ઉમેદવારોમાં 255 છોકરીઓ અને 1640 છોકરાઓ છે.

English summary
CAT 2012 result declared : 10 candidate gets 100 percentile.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X