
સ્વામી પ્રસાદ મૌર્ય સામે લખનઉમાં FIR, રામ રચિત માનસ પર કરી હતી વિવાદિત ટિપ્પણી
ધાર્મિક ગ્રથ રામચરિત માનસ પર ટિપ્પણી બાદ સપા એમએલએ સ્વામી પ્રસાદ મોર્ય સામે લખનઉમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે તેમના વિરુદ્ધમાં આઇસીસીની ધારાઓ અંતર્ગત મામલો દાખલ કરી લીધો છે. યૂપી પોલીસે આ કાર્યવાહી મગળવારે કરી હતી.
સમાજવાદી પાર્ટીના એમએલએ સ્વામી પ્રસાદ મોર્ય સામે લખનઉમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પ્રાથમિક એશબાગના રહેનાર શિવેન્દ્ર મિશ્રાની ફરિયાદના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મામમલામાં હજરતગંજ પોલીસ સ્ટેશનમાં સ્વામી પ્રસાદ મૌર્ય સામે ઘણી ધારાઓ અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમા ધર્મના આધારે નિવેદન, ધાર્મિક આધાર પર ભાવનાઓ ઠેસ પહોચાડવા જેવા ઘણા આરોપ લગવામા આવ્યા છે. જેમા આઇપીસીની કમલ 153a, 295A, 298, 504,504,505(2) અનુસાર ફરિયાદ દાખલ કરવામં આવી છે.
સ્વામી મૌર્ય પ્રસાદે રામચરીત માનસ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે રામચરીત માનસ પર બેન કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ તેમના આ નિવેદનથી સપાના દિગ્ગજ નેતા શિવપાલ યાદવ સહિતના નેતાઓ નિવેદનથી બચતા નજર આવ્યા હતા.