For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરોગ્ય મંત્રાલયે કહ્યુ જે જિલ્લામાં સંક્રમણનો ખતરો હોય તેને લૉકડાઉન કરો

આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે રાજ્ય સરકારને જે પણ વિસ્તારમાં કોરોના સંક્રમણનો ખતરો હોય તેને તે લૉકડાઉન કરી દે.

|
Google Oneindia Gujarati News

આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે રાજ્ય સરકારને જે પણ વિસ્તારમાં કોરોના સંક્રમણનો ખતરો હોય તેને તે લૉકડાઉન કરી દે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે કોરોનાને ઉચ્ચ સ્તરે મૉનિટર કરવામાં આવી રહ્યુ છે. હવે જેમ જેમ સ્થિતિ બદલતી રહે એ રીતે એક્શન બદલાય છે. સંક્રમણની ચેનને તોડવી સૌથી મોટો પડકાર છે. રવિવારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના ડીજી બલરામ ભાર્ગવ અને આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે રવિવારે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં કોરોના પર દેશની લેટેસ્ટ સ્થિતિની માહિતી આપી છે.

helath ministry

ભાર્ગવે જણાવ્યુ કે અમે અત્યાર સુધી 16થી 17 હજાર પરીક્ષણ કરી ચૂક્યા છે. ટેસ્ટ માટે ગભરાવાની જરૂર નથી. આપણી પાસે દેશમાં એક સપ્તાહમાં 50થી 70 હજાર પરીક્ષણ કરવાની ક્ષમતા છે. 111 સરકારી લેબ છે અને ખાનગી લેબ પણ તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ, ભારત સરકારના બધા વિભાગ અને મંત્રાલય લાગેલા છે. વાયરસનો ટેસ્ટ 2 દિવસથી લઈને 14 દિવસમાં ક્યારેય પણ પૉઝિટીવ હોઈ શકે છે. જેટલા સંક્રમિત થાય છે તેમાંથી 5 ટકાને જ હોસ્પિટલમાં ભરતી કરવા પડે છે.

લવ અગ્રવાલે જણાવ્યુ છે કે આજે જનતાનુ કર્ફ્યુ સફળ રહ્યુ છે. વળી, આજે કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કહ્યુ કે ચિહ્નિત જિલ્લાઓમાં જરૂરી સેવાઓને છોડીને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. બહારથી આવેલા લકોને અલગ રાખવા સૌથી જરૂરી છે. દેશમાં હોસ્પિટલોની પૂરી તૈયારી છે. ભારતમાં રવિવારે કોરોના સંક્રમિત દર્દીઓની સંક્યા 350ને પાર કરી ગઈ છે. વળી, 7 લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 13,000થી વધુ લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ઈરાનમાં કોરોના વાયરસથી વધુ 129 લોકોના મોત છેલ્લા 24 કલાકમાં થયા છે. ત્યાં મૃતકોની સંખ્યા 1685 થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસના કારણે ગુજરાતમાં પહેલુ મોત, સુરતમાં 69 વર્ષીય દર્દીનુ મોતઆ પણ વાંચોઃ કોરોના વાયરસના કારણે ગુજરાતમાં પહેલુ મોત, સુરતમાં 69 વર્ષીય દર્દીનુ મોત

English summary
Corona virus updates helath ministry icmr joint press conference
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X