For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક સપ્તાહમાં કોરોનાના કેસ થયા બમણા, આ 9 રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ

ગયા સપ્તાહની સરખામણીમાં દેશમાં કોરોના કેસો લગભગ બમણા થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જે રીતે કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને અત્યાર સુધી ના તો સરકાર અને ના આરોગ્ય વિશેષજ્ઞો તરફથી આને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગયા સપ્તાહની સરખામણીમાં દેશમાં કોરોના કેસો લગભગ બમણા થઈ ગયા છે. દેશમાં હવે કોરોનાના સક્રિય કેસ 16 હજારથી વધુ થઈ ગયા છે. ત્રણ સપ્તાહ પહેલા કોરોનાના કેસોમાં સતત ઘડાટો જોવા મળી રહ્યો હતો. દિલ્લી, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા જેમાંથી મોટાભાગના કેસ દિલ્લીમાં રિપોર્ટ કરવામાં આવ્યા.

9 રાજ્યોમાં કોરોના કેસ વધ્યા

9 રાજ્યોમાં કોરોના કેસ વધ્યા

કોરોના કેસોમાં વધારો સૌથી પહેલા એનસીઆરમાં જોવા મળ્યો. પરંતુ બાદમાં 9 રાજ્યોમાં કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો. ગયા સપ્તાહે કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, રાજસ્થાન, પંજાબ, કર્ણાટકમાં પણ કોરોનાના નવા કેસોમાં ઘણો વધારો જોવા મળ્યો. ગયા એક સપ્તાહની વાત કરીએ તો દિલ્લીમાં 6300 કોરોનાના નવા કેસ સામે આવ્યા કે જે તેના પહેલા સપ્તાહની સરખામણીમાં ત્રણ ગણા વધુ છે. ઓમિક્રૉન વેરિઅંટના કારણે દિલ્લીમાં સૌથી વધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા.

મૃત્યુ દર નિયંત્રણમાં

મૃત્યુ દર નિયંત્રણમાં

સેમ્પના આંકડા દર્શાવે છે કે કોરોનાના BA.2.12.1 તેમજ ઓમિક્રૉનના 8 અલગ-અલગ વેરિઅંટ છે. જિનોમ સીક્વંસિંગ બાદ આ તથ્ય સામે આવ્યુ છે. ફેબ્રુઆરી મહિનામાં વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી કહેવામાં આવ્યુ છે કે ઓમિક્રૉનનો BA.2.12.1 વેરિઅંટ બીએ.1થી ઘણો વધુ સંક્રમક છે. જો કે આને લઈને ચિંતાની વાત નથી કારણકે અસલ સંક્રમણથી તે વધુ ખતરનાક નથી. પરંતુ તેમછતાં આ સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ મૃત્યુદર હજુ પણ નિયંત્રણમાં છે. મૃત્યુદરમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. કેરળને છોડી દઈએ તો ભારતમાં કોરોનાથી ગયા સપ્તાહે 27 લોકોના મોત થયા છે કે જે આના ગયા સપ્તાહે પણ આટલા જ હતા.

મહારાષ્ટ્ર, કર્ણાટક, બંગાળમાં વધી રહ્યા છે કેસ

મહારાષ્ટ્ર, કર્ણાટક, બંગાળમાં વધી રહ્યા છે કેસ

ગયા સપ્તાહે મહારાષ્ટ્રમાં કોરોનાના 996 કેસ સામે આવ્યા કે જે આના ગયા સપ્તાહની સરખામણમાં 48 ટકા વધુ છે. વળી, કર્ણાટકની વાત કરીએ તો અહીં 72 ટકા કેસોમાં વધારો થયો છે જ્યારે પશ્ચિમ બંગાળમાં 66 ટકા કેસોમાં વધારો થયો છે. વળી, દેશની વાત કરીએ તો 25 એપ્રિલે દેશમાં કોરોનાના 2541 નવા કેસ સામે આવ્યા જ્યારે દેશમાં સક્રિય કેસોની વાત કરીએ તો આ 16522 છે. દૈનિક સક્રિયતા દર 0.84 ટકા છે.

English summary
Coronavirus new cases doubled in a week but no alert either from government or health expert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X