For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ઓછુ સંભળાવુ પણ છે કોરોનાનું લક્ષણ? ડૉક્ટરે આપી આ ચેતવણી

હવે કોરોના લોકોની સાંભળવાની શક્તિ પ્રભાવિત કરી રહ્યુ છે. ડૉક્ટરો અત્યારે આ બાબતે વધુ સંશોધન કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી તેના લક્ષણો વિશે ઘણી નવી વાતો સામે આવી છે. પહેલા શરદી, ખાંસી અને સૂંઘવાની શક્તિ પ્રભાવિત હોવાનુ મૂળ લક્ષણ માનવામાં આવતુ હતુ જ્યારે હવે કોરોના લોકોની સાંભળવાની શક્તિ પ્રભાવિત કરી રહ્યુ છે. ડૉક્ટરો અત્યારે વધુ સંશોધન કરી રહ્યા છે. જો કે આ બાબતે ભારત સહિત અન્ય દેશોમાં હજુ ઘણા ઓછા લોકોમાં જોવા મળ્યુ છે પરંતુ એવા ઘણા કેસો પણ સામે આવવા લાગ્યા છે જેમને સંભળાતુ નથી અથવા ઓછુ સંભળાય છે.

વિશેષજ્ઞોએ ગણાવી ગંભીર સ્થિતિ

વિશેષજ્ઞોએ ગણાવી ગંભીર સ્થિતિ

કોરોના સ્પષ્ટ રીતે માત્ર એક કાનને પ્રભાવિત કરે છે. હાલમાં જ બ્રિટનમાં એક 45 વર્ષીય વ્યક્તિ જે કોરોના વાયરસથી રિકવર થઈ ચૂક્યો હતો ત્યારબાદ તેને એક કાનમાં સંભળાતુ નહોતુ. વિશેષજ્ઞોએ આને એક ગંભીર સ્થિતિ કહી છે જેને તત્કાલ અને પ્રારંભિક ઈલાજની જરૂર છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવો એક કેસ સામે આવી ચૂક્યો છે જેમાં કોરોના દર્દીઓની સાંભળવાની ક્ષમતા પ્રભાવિત થઈ હતી.

એવો પહેલો કેસ જેમાં એક કાનથી કોરોના દર્દી થયો હતો બહેરો

એવો પહેલો કેસ જેમાં એક કાનથી કોરોના દર્દી થયો હતો બહેરો

કોવિડ-19 સંક્રમણ બાદ 'સેસિનુરલ હિયરિંગ લૉસ' બીએમજે જર્નલમાં પ્રકાશિત એક પેપર અનુસાર આ રીતનો પહેલો કેસ છે. અભ્યાસ કહે છે કે અચાનક સાંભળામાં તકલીફની પ્રારંભિક ઓળખ મહત્વપૂર્ણ છે કારણકે આનો ત્વરિત ઈલાજ કરવામાં ન આવ્યો તો વ્યક્તિ બહેરો થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઈલાજ માત્ર યુકેના રોગીની દૂર્બળતાને આંશિક રીતે સુધારી શકે છે. તમને જણાવી દઈએ કે આ મોટો અવાજ જ સંભળાવો કે સ્પષ્ટ અવાજ ન સંભળાવો કે બહેરાપણુ સ્પષ્ટ રીતે માત્ર એક કાનને જ પ્રભાવિત કરે છે.

કોરોના એક કાનની સાંભળવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે

કોરોના એક કાનની સાંભળવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ડૉક્ટરોને કોરોના રોગીઓને ઓટોલર્યોનોલોજી માટે મોકલવા જોઈએ. તેમણે જણાવ્યુ કે જે રોગીની સાંભળવાની ક્ષમતા પ્રભાવિત થઈ એ રોગીને દમ હતો. તેને હોસ્પિટલમાં જ સાંભળવામાં તકલીફની શરૂઆત થઈ ગઈ હતી જ્યાં તેને પોતાની બિમારીના દસમાં દિવસે ભરતી કરવામાં આવ્યો હતો. શ્વાસ લેવામાં મુશ્કેલીના કારણે તેનો ઈલાજ આઈસીયુમાં કરવામાં આવ્યો. દર્દીએ હોસ્પિટલમાં 30 દિવસ વીતાવ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તેની સ્થિતિ વેંટીલેટર - ન્યુમોનિયા, હાઈ બ્લડપ્રેશર અને એનીમિયાના કારણે જટિલ થઈ ગઈ. બ્રિટનના વ્યક્તિને તેના ઈલાજ દરમિયાન રેમડેસિવર, સ્ટીરૉઈડ અને પ્લાઝ્મા એક્સચેન્જથી ઈલાજ કરવામાં આવ્યો હતો. આઈસીયુથી બહાર લાવ્યાના એક સપ્તાહ બાદ તેને ડાબા કાનમાં અચાનક ભારેપણુ લાગવા લાગ્યુ ત્યારબાદ ધીમુ સંભળાવા લાગ્યુ. રિસર્ચમાં જોવા મળ્યુ કે કોરોના એક કાનની સાંભળવાની ક્ષમતાને પ્રભાવિત કરી રહ્યુ છે.

ઉત્તર પ્રદેશઃ પીલીભીતમાં બસ-બોલેરો વચ્ચે ભીષણ અકસ્માત, 7ના મોત, 32 ઘાયલઉત્તર પ્રદેશઃ પીલીભીતમાં બસ-બોલેરો વચ્ચે ભીષણ અકસ્માત, 7ના મોત, 32 ઘાયલ

English summary
Covid patient is losing the ability to hear in one ear, hearing loss is also a symptom of corona?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X