For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOએ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરી, નિવારણ અને નિયંત્રણ સર્વોચ્ચ પ્રાથમિકતા

WHOએ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરી, નિવારણ અને નિયંત્રણ સર્વોચ્ચ પ્રાથમિકતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલ કોરોના વાયરસના મામલાથી હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યૂએચઓ) પણ પરેશાન છે. ચીન, ઈટલી અને ભારત સહિત 70 દેશોમાં પહોંચી ચૂકેલ આ વાયરસની દવા હજી પણ શોધવામાં આવી રહી છે. આના ખતરા અને વિસ્તરણને જોતા બુધવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ બીમારીને મહામારી ઘોષિત કરી દીધી છે. WHOના મહાનિદેશકે જણાવ્યું કે ડબલ્યૂએચઓના જનાદેશ સાર્વજનિક સ્વાસ્થ્ય છે. COVID19 જેવી મહામારી સાથે સોશિયલ અને ઈકોનોમિક પરિણામ ઘટાડવા માટે અમે બધા ક્ષેત્રોના પાર્ટનર્સ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

Coronavirus

બીજી તરફ ભારતમા કોરોના વાયરના વધતા મામલાને જોતા ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી દીધી છે. સરકારે ભારતીયોને વિદેશ ના જવાની સલાહ આપી છે જ્યારે 15 એપ્રિલ સુધી વિદેશથી ભારત આવનારાઓના વીજા રદ્દ કરી દીધા છે. જો કે આ આદેશમાં રાજનેતાઓને છૂટ પ્રાપ્ત છે. જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 62 મામલા સામે આવી ચૂક્યા છે જ્યારે 1 શખ્સનું મોત પણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત વર્લ્ડના કેટલાય અન્ય દેશોમાં પણ કોરોના વાયરસના મામલા આગની જેમ ફેલાઈ રહ્યા છે જે વિશ્વ સંગઠન માટે પરેશાન કરનાર વાત છે.

અત્યાર સુધી સરકારે કોરોના વાયરસથી પ્રભાવિત દેશોથી 948 યાત્રીઓને કાઢી લીધા છે. જેમાંથી 900 ભારતીય નાગરિકો છે અને 4 વિવિધ રાષ્ટ્રીયતાથી સંબંધિત છે જેમાં માલદીવ, મ્યાનમાર, બાંગ્લાદેશ, ચીન, અમેરિકા, મેડાગાસ્કર, શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રીકા અને પેરૂ સામેલ છે. ભારત સરકારે આની જાણકારી આપી છે. જ્યારે દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના 242 નવા મામલાની પુષ્ટિ થી છે. જેના કુલ સંક્રમિત મામલાની સંખ્યા 7755 થઈ ગઈ છે. અત્યાર સુધી અંહી આ બીમારથી 60 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

કોરોના વાયરસ: સુરતમાં વિમાનને માસ્ક પહેરાવી લોકોમાં જાગૃતિ માટેનો પ્રયાસકોરોના વાયરસ: સુરતમાં વિમાનને માસ્ક પહેરાવી લોકોમાં જાગૃતિ માટેનો પ્રયાસ

English summary
COVID19 is pandemic declared by World Health Organization
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X