For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગ રેપમાં સુનવણી પૂર્ણ : ચૂકાદો 10 સપ્ટેમ્બરે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર : દિલ્હીની એક અદાલતે બહુચર્ચિત 16 ડિસેમમ્બર, 2012ની નિર્ભયા ગેંગ રેપ કેસમાં ચાર વયસ્ક આરોપીઓ સામેની સુનવણી આજે પૂરી કરી છે. જો કે કોર્ટે આ ગેંગ રેપ કેસમાં ચૂકાદો 10 સપ્ટેમ્બર સુધી અનામત રાખ્યો છે. કોર્ટ આ કેસનો ફેંસલો સંભલાવવામાં હવે વધુ વિલંબ કરવા માંગતી નથી આથી 10 સપ્ટેમ્બર, 2013ના રોજ પોતાનો ચૂકાદો સંભળાવશે.

આ પહેલા 16 ડિસેમ્બર દિલ્હી ગેંગ રેપ કેસમાં અવયસ્ક અથવા સગીર આરોપીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા સામૂહિક બળાત્કાર અને હત્યામાં દોષિત જાહેર કર્યો હતો. આ કેસમાં સગીર આરોપીને 3 વર્ષની સુધારણા જેલની સજા ફરમાવવામાં આવી હતી. સગીર આરોપીને ત્રણ વર્ષ માટે સ્પેશ્યલ હોમમાં રાખવામાં આવશે.

rape

રાજધાની દિલ્હીમાં ગયા વર્ષના અંતમાં પેરામેડિકલની વિદ્યાર્થિની નિર્ભયા સાથે રાત્રિના સમયે ચાલતી બસમાં પાંચ લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ તેની પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર હાલતમાંતી પસાર થઇ રહેલી પીડિતાને સારવાર માટે સિંગાપોર લઇ જવામાં આવી હતી. જ્યાં 29 ડિસેમ્બરના રોજ તેનું મૃત્યુ થયું હતું.

આ કેસમાં ચાર આરોપીઓ સામે દિલ્હીની ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. ચારમાંથી એક આરોપી રામ સિંહનું તિહાર જેલમાં 11 માર્ચના રોજ મોત થયા બાદ તેની સામે કેસ બંધ કરવામાં આવ્યો હતો.

English summary
Delhi gang rape : Court concludes trial, verdict on Sept 10
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X