For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગભરાશો નહિ! જાણો લૉકડાઉન દરમિયાન આગલા 21 દિવસ સુધી શું ખુલ્લું રહેશે શું બંધ?

ગભરાશો નહિ! જાણો લૉકડાઉન દરમિયાન આગલા 21 દિવસ સુધી શું ખુલ્લું રહેશે શું બંધ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના પ્રકોપ સામે જંગમાં પીએમ મોદીએ આખા દેશના 21 દિવસનું લૉકડાઉનનું એલાન કરી દીધું છે. આ લૉકડાઉન મંગળવારે રાતે 12 વાગ્યે શરૂ થઈ ગયો જે આગલા 21 દિવસ સુધી ચાલુ રહેશે. જેથી લોકોમાં આ લૉકડાઉન દરમિયાન કઈ વસ્તુઓ ચાલુ રહેશે અને કઈ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે તેને લઈ શંકાઓ છે. પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન લોકોને પરેશાન ના થવાની વાત કહી હતી. પીએમ મોદીના સંબોધન બાદ ગૃહમંત્રાલયે ગાઈડ લાઈન જાહેર કરી દીધી છે.

આ સેવાઓ પર પ્રતિબંધ રહેશે

આ સેવાઓ પર પ્રતિબંધ રહેશે

  • લૉકડાઉન દરમિયાન તમામ પરિવહન સેવાઓ, રસ્તા, રેલવે અને હવાઈ સેવા સ્થગિત રહેશે.
  • કરિયાણા અને દવા છોડીને બધી જ દુકાનો બંધ રહેશે.
  • કોટલ, મોટેલ, ધાર્મિક સ્થળ સહિત તમામ શિક્ષણ સંસ્થાન પણ બંધ રહેશે.
  • સાર્વજનિક સ્થળ જેવા કે મોલ, હૉલ, જિમ, સ્પા, સ્પોર્ટ્સ ક્લબ બંધ રહેશે.
આ સેવાઓ ચાલુ રહેશે

આ સેવાઓ ચાલુ રહેશે

બેંક, વીમા કાર્યાલય, પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા ખુલ્લા રહેશે.
હોસ્પિટલ, નર્સિંગ હોમ, પોલીસ, ફાયર કેન્દ્ર, એટીએમ કામ કરતા રહેશે.
ઈ કૉમર્સ દ્વરા દવા, મેડિકલ ઉપકરણની ડિલિવરી ચાલુ રહેશે.
પેટ્રોલ પંપ, એલપીજી પંપ, ગેસ રિટેલ ખુલ્લા રહેશે.
ઈન્ટરનેટ, બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ ચાલૂ રહેશે.

આ ઉપરાંત નિયમ

આ ઉપરાંત નિયમ

  • અંતિમ સંસ્કાર દરમિયાન 20થી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી નહિ.
  • લૉકડાઉનને લાગૂ કરવા માટે જિલ્લાધિકારી દ્વારા કાર્યકારી મેજિસ્ટ્રેટ તહેનાત કરવામાં આવશે.
  • સરકારી નિર્દેશનું પાલન ના કરવા અથવા ખોટી સૂચના ફેલાવવા પર એક વર્ષ સુધીની સજા થઈ શકે છે.
  • રાહત મેળવવાના નામે જૂઠા દાવા કરનારને 2 વર્ષની જેલ.

લૉકડાઉનઃ બેંગ્લોર પોલીસે મશાલ રજૂ કરી, બેઘર લોકોને ખાવાનું ખવળાવ્યુંલૉકડાઉનઃ બેંગ્લોર પોલીસે મશાલ રજૂ કરી, બેઘર લોકોને ખાવાનું ખવળાવ્યું

English summary
don't panic- what will be open during 21 day lockdown know here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X