For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત કોમ્પ્યુટર છે તો કોંગ્રેસ ડિફોલ્ટ પ્રોગ્રામ છે : રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓગસ્ટ : ચૂંટણીઓ નજીક આવે એમ નેતાઓની જીભ લપસી જવાની ઘટનાઓ વધારે બનવા લાગે છે. હવે ભારતના રાજકીય પક્ષો લોકસભા ચૂંટણી 2014ની તૈયારી કરી રહ્યા છે ત્યારે બોલવામાં ગોટાળા કરવાની શરૂઆત પણ કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવી છે. આવી જ એક બાબતમાં કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે જણાવ્યું હતું કે જો ભારત કમ્પ્યૂટર છે તો કોંગ્રેસ તેનો ડિફોલ્ટ પ્રોગ્રામ છે.

રાહુલ ગાંધીએ પ્રદેશ રાજ્ય એકમો, એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસના પ્રતિનિધિઓને ઉદ્બોધન કરતાં જણાવ્યું કે કોંગ્રેસ દેશના મૂળ તત્ત્વને સમેટીને બેઠી છે. એવામાં જ્યારે ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના વડા અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર સતત આક્રમણ કરી રહ્યા છે ત્યારે રાહુલે પોતાના પક્ષના માણસોને સલાહ આપી કે તેઓ વિના કારણે ગુસ્સો અને આક્રમકતાથી દૂર રહે.

rahul-gandhi

કોંગ્રેસ ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે આ દેશને આક્રમકતા પસંદ નથી. રાહુલે કહ્યું કે ''જો ભારત કમ્પ્યૂટર છે તો તેનો ડિફોલ્ડ પ્રોગ્રામ કોંગ્રેસ છે. કોંગ્રેસ ભારતના સ્વભાવને પ્રગટ કરે છે. અહીં ગુસ્સા અને આક્રમકતાને પસંદ કરવામાં આવતા નથી.'' તેમણે પક્ષના મીડિયા મેનેજર્સને વિપક્ષોના પ્રચારનો સામનો કરતાં ભાષામાં શાલિનતા જાળવવા અનુરોધ કર્યો હતો.

રાજ્યોના મીડિયા વડાઓ સાથે 20 મિનિટ લાંબી પોતાની વાતચીતમાં તેમણે "મૌન નહીં રહેવા'', પરંતુ ''વિગતો સાથે'' વિપક્ષી પ્રચારનો મુકાબલો કરવા અને પક્ષનો આ મુદ્દે જવાબ જિલ્લા સ્તરથી એઆઈસીસી સુધી એકસરખો હોય તે અંગે ધ્યાન આપવા જણાવ્યું હતું. એઆઈસીસીના કોમ્યુનિકેશન વિભાગના વડા અજય માકને પક્ષ નેતાઓને કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ''ખિડકી'' સાથે કનેક્ટ થવા અનુરોધ કર્યો હતો.

English summary
If India is computer, Congress its default programme: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X