અફઝલના મોત પર પ્રદર્શન કરનારા 53ની ધરપકડ

afzal-guru-hanged
જમ્મુ-કાશ્મિર, 17 ફેબ્રુઆરીઃ સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુને ફાંસી બાદ કાશ્મિર ઘાટીમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારાના આરોપી 50થી વધારે પ્રદર્શનકારી યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ યુવકો પર પ્રદર્શન દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મિર પોલીસના જણાવ્યા પ્રમાણે તેમણે અફઝલને ફાંસી આપવામાં આવ્યા બાદ પથ્થરમારો અને ઘાટીમાં અંશાતિ ઉભા કરવાના આરોપમાં ઘાટીમાં અલગ-અલગ જિલ્લામાં 53 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે સંસદ હુમલામાં માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરીએ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. અફઝલની મોત બાદ ઘાટીમાં તણાવનો માહોલ ઉભો થયો છે. ઘાટીમાં વધતા તણાવને જોતા જમ્મુ-કાશ્મિર સરકારે ઘાટીમાં કરફ્યુ લગાવી દીધું છે.

કરફ્યુ પછી પણ કાશ્મિર ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયું હતું, ત્યારબાદ પોલીસે 53 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાથી 13 પ્રદર્શનકારી શ્રીનગરથી, મધ્ય કાશ્મિરના બડગામના 6 અને ઉત્તર કાશ્મિરના 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ વચ્ચે, પોલીસે આ સમાચારનો ઇન્કાર કર્યો કે ઉત્તર કાશ્મિરના બાંદીપુરા જિલ્લામાં પ્રદર્શન દરમિયાન પોલીસ ચોકી ફૂંકવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X