For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના વોશિંગ્ટન પ્રવાસની કોઇ તારીખ નક્કી નથી: અમેરિકા

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 7 જૂન: અમેરિકાએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોશિંગ્ટન પ્રવાસ માટે હજી સુધી કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી. વિદેશ મંત્રાલયની ઉપ પ્રવક્તા મેરી હર્ફે પત્રકારોને જણાવ્યું કે 'વડાપ્રધાન મોદીની સંભવિત અમેરિકા યાત્રા અંગે તારીખોની જાહેરાતોના સંબંધમાં કંઇ નક્કી નથી.'

તેમણે જણાવ્યું કે 'અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને વિદેશ મંત્રી જ્હોન કેરી બંનેએ જણાવ્યું કે વોશિંગ્ટનમાં વડાપ્રધાનના સ્વાગતને લઇને આશાન્વિત છીએ પરંતુ અત્યાર સુધી કોઇ તારીક નક્કી નથી. મને ખબર છે કે તારીખો અંગે અત્રે ઘણા પ્રકારની ખબરો છે પરંતુ અત્યાર સુધી તારીખ નક્કી કરવામાં આવી નથી.' આ અઠવાડીયાની શરૂઆતમાં નવી દિલ્હીમાં અધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ સપ્ટેમ્બરના અંતમાં મુલાકાત માટે ઓબામાનું આમંત્રણ સ્વીકારી લીધું છે અને તારીખોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.

mary
નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગઇકાલે જણાવ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ ઓબામાએ જ્યારે શુભેચ્છા પાઠવવા માટે મોદીને ફોન કર્યો હતો ત્યારે તેમણે આ આમંત્રણ આપ્યું હતું.

પ્રવક્તાએ જણાવ્યું કે 'અમને અમેરિકા તરફથી ખાસ મુલાકાત માટે એક વિશેષ તારીખ મળી છે. હવે અમે એક સમ્મેલન સ્તરીય બેઠક માટે વોશિંગ્ટનમાં વડાપ્રધાનના પ્રવાસ માટે પરસ્પર સુવિધાજનક તારીખ નક્કી કરવાના ઉદ્દેશ્યથી અમેરિકાની સાથે સંપર્કમાં છીએ.' જોકે તેમણે તારીખો અંગે કોઇ જાણકારી આપી નથી. તેમણે માત્ર એટલું જ કહ્યું કે આ તારીખ સપ્ટેમ્બર માસમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકના આસપાસના દિવસમાં થશે.

English summary
There is no dates decided for Narendra Modi's Washington tour: America
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X