For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે ભાડામાં વધારા સામે વિરોધ, મોદી સરકાર સામે ઉઠ્યા સવાલો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 જૂન: રેલવે ભાડું અને માલ ભાડામાં વધારાના કેન્દ્ર સરકારના નિર્ણય પર રાજકારણ ગરમાઇ રહ્યું છે. વિપક્ષી દળોએ મોદી સરકારના આ નિર્ણયની કડક શબ્દોમાં ટિકા કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં સપા કાર્યકર્તાઓએ રેલવે ટ્રેકને જામ કરી દીધો. આની વચ્ચે રેલ મંત્રી સદાનંદ ગૌડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળી રહ્યા છે. ગૌડા રેલવેની નવી યોજના પર મોદીને પ્રેજેન્ટેશન આપશે. રેલ મંત્રી ભાડા વધારાની જાણકારી પણ મોદીને આપશે. ભાડા વધારવા પાછળનું કારણ રેલ મંત્રીએ એવું આપ્યું કે 'પાછલી સરકારે અંતરિમ બજેટમાં પ્રસ્તાવિત દરોને લાગુ કરવા મજબૂર થઇ.' ભાજપે પણ અજીબ પ્રકારની દલિલ કરી. પાર્ટી પ્રવક્તા શાહનવાઝ હુસૈને જણાવ્યું કે 'આ પાછલી સરકારના નિર્ણયને લાગુ કરવામાં આવ્યો છે.'

પરંતુ સપા કાર્યકર્તાઓ આજે અલ્હાબાદમાં રેલવે ટ્રેક જામ કરીને મોદીના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. કાર્યકર્તાઓએ અલ્હાબાદના બૈરહના વિસ્તારમાં દિલ્હી-હાવડા રેલવે ટ્રેકને જામ કરીને ત્યાંથી પસાર થઇ રહેલી ગંગા-ગોમતી એક્સપ્રેસ ટ્રેનને વચ્ચે જ રોકી લેવામાં આવી. સપા કાર્યકર્તાઓએ રેલવે ટ્રેકને લગભગ 45 મિનિટ સુધી જામ રાખ્યો. આ દરમિયાન સપા કાર્યકર્તાઓએ ટ્રેનના એન્જિન પર ચડીને મોદી સરકાર વિરુધ્ધ નારેબાજી કરી, પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇને આ ભીડને અત્રેથી ખદેડી દીધી. આ દરમિયાન સપા કાર્યકર્તાઓ અને પોલીસમાં ધક્કા-મુક્કી પણ થઇ.

સપા કાર્યકર્તાઓનું કહેવું છે કે મોદી સરકારના આ પગલાંથી મોંઘવારીમાં જોરદાર વધારો થશે, માટે તેઓ સતત આનો વિરોધ કરીશું. વારાણસીમાં સપા કાર્યકર્તાઓએ મોદીનું પુતળું પણ બાળ્યું. સપાએ રેલવે ભાડામાં વધારાને પરત લેવાની માંગ કરી છે અને જો એવું નહીં થાય તો સડકથી લઇને સંસદ સુધી આ વિરોધ ચાલવાની ધમકી આપી છે.

લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે જ્યારે તેઓ રેલમંત્રી હતા ત્યારે ભાડામાં વધારાનો પ્રસ્તાવ તેમની સામે આવ્યો હતો, પરંતુ તેમણે આ વિચાર માંડી વાળ્યો કારણ કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી હતી અને તેઓ ઇચ્છે કે નવી સરકાર સામાન્ય જનતા પર ભારણ નાખ્યા વગર કોઇ નિર્ણ લે. પરંતુ અપેક્ષા વિરુદ્ધ સરકારે હવે અચાનક આ નિર્ણય લીધો છે. તેમણે સાથે સાથે સંસદના બજેટ સત્ર પહેલા અચાનક એવું કરવાની જ જરૂરીયાત પર સવાલ ઉઠાવ્યા. ખડગેએ જણાવ્યું કે આને લઇને સંસદમાં ચર્ચા થઇ શકતી હતી અને સરકાર સામાન્ય જનતા પર બોઝો નાખ્યા વગર વ્યક્ત કરવામાં આવેલા વિચારોના આધારે નિર્ણય કરતી.

મોદી પર ચોતરફી પ્રહારો, વાંચો કોણે શું કહ્યું...

સમાજવાદી પાર્ટી કાર્યકર્તા

સમાજવાદી પાર્ટી કાર્યકર્તા

સપા કાર્યકર્તાઓ આજે અલ્હાબાદમાં રેલવે ટ્રેક જામ કરીને મોદીના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. કાર્યકર્તાઓએ અલ્હાબાદના બૈરહના વિસ્તારમાં દિલ્હી-હાવડા રેલવે ટ્રેકને જામ કરીને ત્યાંથી પસાર થઇ રહેલી ગંગા-ગોમતી એક્સપ્રેસ ટ્રેનને વચ્ચે જ રોકી લેવામાં આવી. સપા કાર્યકર્તાઓએ રેલવે ટ્રેકને લગભગ 45 મિનિટ સુધી જામ રાખ્યો.

મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગે

લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે જ્યારે તેઓ રેલમંત્રી હતા ત્યારે ભાડામાં વધારાનો પ્રસ્તાવ તેમની સામે આવ્યો હતો, પરંતુ તેમણે આ વિચાર માંડી વાળ્યો કારણ કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી હતી અને તેઓ ઇચ્છે કે નવી સરકાર સામાન્ય જનતા પર ભારણ નાખ્યા વગર કોઇ નિર્ણ લે. પરંતુ અપેક્ષા વિરુદ્ધ સરકારે હવે અચાનક આ નિર્ણય લીધો છે. તેમણે સાથે સાથે સંસદના બજેટ સત્ર પહેલા અચાનક એવું કરવાની જ જરૂરીયાત પર સવાલ ઉઠાવ્યા.

નીતિશ કુમાર

નીતિશ કુમાર

મોદીના રાજકીય વિરોધીઓ પણ રેલવે ભાડામાં વધારાના પગલે પ્રહાર કરવાનું ચૂક્યા નથી. બિહારના પૂર્વ સીએમ નીતિશ કુમારે મોદી પર ટિખળ કરતા જણાવ્યું કે ' રેલવે ભાડામાં વધારો એ સારા દિવસોની શરૂઆત નથી.'

જેડીયૂ શું માને છે

જેડીયૂ શું માને છે

નીતિશની પાર્ટી જેડીયૂ તરફથી કહેવામાં આવ્યું છે કે 'બજેટ પહેલા રેલવે ભાડામાં વધારો કરવો સંસદનું અપમાન છે.'

આઝમ ખાન

આઝમ ખાન

સપા નેતા આઝમ ખાને જણાવ્યું કે 'દેશની જનતાને અચ્છે દિન મુબારક હો'

લાલુ પ્રસાદ યાદવ

લાલુ પ્રસાદ યાદવ

રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું કે 'મોદીએ દેશના લોકોને સારા દિવસોના સપના બતાવીને ગેરમાર્ગે દોર્યા છે.'

અતુલ અંજાન

અતુલ અંજાન

સીપીઆઇ નેતા અતુલ અંજાને જણાવ્યું કે 'જો લોકોની પીઠ પર લાત મારવાથી સારા દિવસો આવે છે તો ચાલુ રાખો.'

દિલ્હીમાં કોંગ્રેસનો વિરોધ

દિલ્હીમાં કોંગ્રેસનો વિરોધ

મોદી સરકાર દ્વારા બજેટ પહેલા રેલવે ભાડામાં કરાયેલા વધારાના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કર્યા હતા.

English summary
Opposition parties targets Narendra Modi over rail fare hike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X