વટહુકમ તો પહેલા જ બહાર પડવો જોઇતો હતો: બીજેપી

પાર્ટીના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ કે મહિલાઓ પ્રત્યે થતા કથિત અપરાધો પર કાબૂ મેળવવાના કડક કાનૂનનું સમર્થન કરે છે, પરંતુ સરકારે આને પહેલા જ લાગુ કરવો જોઇતો હતો.
નકવીએ જણાવ્યું કે આ કામ પહેલા જ થવું જોઇતું હતું. પાર્ટીએ આ મુદ્દા પર સંસદના વિશેષ સત્રની માંગ કરી હતી. દિલ્હીમાં ચાલતી બસમાં ક્રૂરતાપૂર્વક સામૂહિક બળાત્કારની ઘટના બાદ કડક કાનૂનની માંગ ઉઠી હતી.
નકવીએ જણાવ્યું કે બજેટ સત્ર દરમિયાન જ્યારે સરકાર આપરાધિક કાનૂનમાં સંશોધન વિધેયક રાખશે તો પાર્ટી પોતાનું પગલું ભરશે. વિધેયક પર ગૃહ મંત્રાલયની સ્થાયી સમિતિ વિચાર કરી રહી છે અને આશા છે કે આ મહિનાના અંતમાં શરૂ થવા જઇ રહેલા બજેટ સત્ર પહેલા પોતાની ભલામણ આપી દેશે.












Click it and Unblock the Notifications
