સર્વે: નરેન્દ્ર મોદી હજુ પણ ભારતના સૌથી લોકપ્રિય નેતા

Written By:
Subscribe to Oneindia News

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે. નોટબંધી, જીએસટી જેવા મુદ્દાઓને કારણે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી હોવાની વાતો અમેરિકાના એક સર્વે પછી અફવા સાબિત થઇ છે. અમેરિકાના પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેમાં સાબિત થયું છે કે, પીએમ મોદી આજે પણ ભારતના સૌથી લોકપ્રિય નેતા છે. લગભગ 2464 લોકો પર કરવામાં આવેલ સર્વેમાં આ વાત સામે આવી છે. 21 ફેબ્રૂઆરીથી 10 માર્ચની વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો છે, જે અનુસાર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અન્ય કોઇ પણ નેતા કરતા વધુ છે. આ સર્વે અનુસાર, 88 ટકા આંકડા સાથે નેરન્દ્ર મોદી સૌથી આગળ છે.

Narendra Modi

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને 30 અંકો(58 ટકા), કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 31 અંકો(57 ટકા) અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 49 અંક(39 ટકા) વધુ મળ્યા છે. સર્વેક્ષણ અનુસાર, દક્ષિણના રાજ્યો - આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગણા તથા પશ્ચિમી રાજ્યો - મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢમાં 10માંથી ઓછામાં ઓછા 9 ભારતીયોમાં વડાપ્રધાન અંગે સકારાત્મક વલણ જોવા મળ્યું છે. આ જ રીતે પૂર્વોત્તર રાજ્યો - બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ તથા ઉત્તરી રાજ્યો - દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 10માંથી 8 લોકોમાં આ વલણ જોવા મળ્યું હતું. પ્યૂએ જણાવ્યું કે, દર 10માંથી 8 લોકોએ જણાવ્યું કે, આર્થિક સ્થિતિ સારી છે. વર્ષ 2014ની ચૂંટણી બાદ આવું કહેનારા લોકોની સંખ્યામાં 19 ટકા વધારો નોંધાયો છે. અર્થવ્યવસ્થાને ખૂબ સારી ગણાવનારા આંકડાઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણગણી વૃદ્ધિ થઇ છે. દર 10માંથી 7 ભારતીય દેશમાં ચાલી રહેલ વસ્તુઓ અંગે સંતુષ્ટ છે.

English summary
Pew Research Center study says narendra Modi still most popular leader in India.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.