For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડને 1000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરતા PM

|
Google Oneindia Gujarati News

manmohan singh
નવી દિલ્હી, 19 જૂન : ઉત્તરાખંડમાં થયેલી ભારે તબાહી બાદ પ્રધાનમંત્રી મનમોહનસિંહે ઉત્તરાખંડને 1 હજાર કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. સરકારે આ કુદરતી આફતમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા હજી વધે તેવી સંભાવના વ્યક્ત કરી છે. પીએમે કહ્યું 145 કરોડ રૂપિયા હાલમાં તુરંત આપવામાં આવ્યા છે.

સરકારે રાહત કામ માટે ખાનગી હેલીકોપ્ટરોનો ઉપયોગ કરવાની વાત કરી છે અને મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તરાખંડમાં મોટી હોનારત સર્જાઇ છે. આ પહેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને યૂપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઉત્તરાખંડનું હેલીકોપ્ટરમાં બેસીને નિરિક્ષણ કર્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં વરસાદથી ભયંકર હોનારત સર્જાઇ છે. રૂદ્રપ્રયાગમાં વાદળ ફાટવાની ઘટનાને કારણે ભારે તબાહી મચી જવા પામી હતી. કર્ણપ્રયાગ અને રૂદ્રપ્રયાગમાં મોટા પ્રમાણમાં રાહત અને બચાવકામગીરી હાથ ધરવામાં આવી છે.

કેદારનાથ તરફ જવાનો રસ્તો ખૂબ જ ખરાબ થઇ ગયો છે. રસ્તાઓ તૂટી ગયા છે, ઘણા સ્થળો પર લેન્ડસ્લાઇડ થયું છે. 100થી વધારે મૃતદેહો મળી આવ્યા છે અને 500થી વધારે લોકો ગૂમ છે અને મૃત્યુંઆંક વધવાની શક્યતા છે.

English summary
PM announces Rs 1000 cr relief fund for Uttarakhand today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X