For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયુર્વેદ ભારતનો વારસો છે, તેના વિસ્તારમાં સમગ્ર માનવતાની ભલાઈ સમાયેલી છેઃ પીએમ મોદી

રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા શુક્રવારે આયુર્વેદ દિવસના પ્રસંગે રાજસ્થાન અને ગુજરાતમાં બે આયુર્વેદ સંસ્થાઓનુ ઉદઘાટન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા શુક્રવારે આયુર્વેદ દિવસના પ્રસંગે રાજસ્થાન અને ગુજરાતમાં બે આયુર્વેદ સંસ્થાઓનુ ઉદઘાટન કર્યુ છે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા. આ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યુ, 'આયુર્વેદ ભારતનો વારસો છે જેના વિસ્તારમાં સમગ્ર માનવતાની ભલાઈ સમાયેલી છે. કયા ભારતીયને ખુશી નહિ થાય કે આપણા પારંપરિક જ્ઞાન હવે અન્ય દેશોને પણ સમૃદ્ધ કરી રહ્યુ છે. ગર્વની વાત છે કે WHOએ ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે ભારતને પસંદ કર્યુ છે.'

pm modi

તેમણે કહ્યુ કે બદલાતા સમય સાથે દરેક વસ્તુ ઈંટીગ્રેટ થઈ રહી છે. આરોગ્ય પણ આનાથી અલગ નથી. આ વિચાર સાથે દેશ આજે ઈલાજની અલગ અલગ પદ્ધતિઓના ઈંટીગ્રેશન માટે એક પછી એક મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યુ છે. આ વિચારે આયુષને દેશની આરોગ્ય નીતિનો મહત્વનો હિસ્સો બનાવ્યો છે. દેશમાં હવે આપણા પુરાતન ચિકિત્સકીય જ્ઞાન-વિજ્ઞાનને 21મી સદીના આધુનિક વિજ્ઞાન પાસેથી મળેલી માહિતી સાથે જોડવામાં આવી રહ્યો છે, નવુ રિસર્ચ કરવામાં આવી રહ્યુ છે. ત્રણ વર્ષ પહેલા જ આપણે ત્યાં અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે આ વર્ષે સંસદના મોનસુન સત્રમાં બે ઐતિહાસિક આયોગ પણ બનાવવામાં આવ્યા છે - નેશનલ કમિશન ફૉર ઈન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન, નેશનલ કમિશન ફૉર હોમિયોપેથી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતના મેડિકલ એજ્યુકેશનમાં ઈંડીગ્રેશનના અપ્રોચને પ્રોત્સાહિત કરવામાં આવ્યુ છે. આજે એક તરફ ભારત જ્યાં વેક્સીનનુ ટેસ્ટિંગ કરી રહ્યુ છે ત્યાં બીજી તરફ કોવિડ સામે લડવા માટે આયુર્વેદિક રિસર્ચ પર પણ ઈન્ટરનેશનલ કોલાબોરેશનને ઝડપથી આગળ વધારી રહ્યુ છે. હાલમાં 100થી વધુ સ્થળોએ રિસર્ચ ચાલી રહ્યુ છે.

'અજાણતા થયેલી ભૂલથી લૉક થયુ અમિત શાહનુ ટ્વિટર અકાઉન્ટ''અજાણતા થયેલી ભૂલથી લૉક થયુ અમિત શાહનુ ટ્વિટર અકાઉન્ટ'

English summary
PM Modi inaugurates ayurvedic institutions in Gujarat and Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X