For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કટરા-ઉધમપુર રેલ લાઇન શરૂ, વડાપ્રધાને બતાવી લીલી ઝંડી

|
Google Oneindia Gujarati News

કટરા, 4 જુલાઇ: લાંબી ઇંતેજારી બાદ આજે ઉધમપુર-કટરા રેલ લાઇનની શરૂઆત થઇ ગઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલમંત્રી સદાનંદ ગૌડાની સાથે શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સ્ટેશનથી જમ્મુ જનારી ટ્રેનને લીલી ઝંડી બતાવી. વડાપ્રધાને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરે ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે અને ઇચ્છા રાખીએ છીએ કે આ પ્રદેશ સમૃદ્ધ તથા શાંતિપૂર્ણ બને. મોદીએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય વિકાસના માધ્યમથી જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકનું દિલ જીતવાનો છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ જણાવ્યું કે કટરા-ઉધમપુર રૂટથી જમ્મુ-કાશ્મીરને ખૂબ જ લાભ થશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથીઓનો આભાર માન્યો.

25 કિલોમીટરની ઉધમપુર-કટરા લાઇનને બનાવવામાં લગભગ 1,132.75 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. 53 કિલોમીટર લાંબી જમ્મુ-ઉધમપુર રેલવે લાઇન પહેલાથી જ ચાલુ હતી અને હવે કાશ્મીર રેલવે લિંક પરિયોજના અંતર્ગત આવનારી ઉધમપુર-કટરા લાઇનના પણ સક્રિય થઇ જવાના કારણે ટ્રેન સીધી કટરા પહોંચી શકશે. આનાથી વૈષ્ણો દેવી ગુફાની યાત્રા કરનારા તીર્થયાત્રી કટરાના આધારે શિબિર સુધી સીધા પહોંચી શકશે.

આ ટ્રેન નવી રેલવે લાઇન પર દોડીને જમ્મુ સુધી પહોંચશે. આ ટ્રેન સાત નાની સુરંગો અને 30થી પણ વધારે નાના-મોટા પુલો પરથી પસાર થશે. ઉધમપુર અને કટરાની વચ્ચે ચક્રખવાલ નામનું એક નાનું સ્ટેશન આવશે.

રેલ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, હજી સુધી જમ્મુ અને ઉધમપુરની વચ્ચે ત્રણ સ્થાનીય રેલ સેવાઓ હતી, હવે આ તમામનો વિસ્તાર કટરા સુધી કરી દેવામાં આવશે. કટરા-કાલકા એક્સપ્રેસ, નવી દિલ્હી-કટરા એસી એક્સપ્રેસ સહીત ઘણી નવી ટ્રેન લાવવા ઉપરાંત રેલવે જમ્મુ મેલ અને સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને પણ કટરા સુધી વધારવા પર વિચાર કરી રહ્યું છે.

અધિકારીએ કહ્યું કે વારાણસી અને કટરાની વચ્ચે પણ એક નવી ટ્રેન શરૂ કરી શકાય છે. તેમણે જણાવ્યું કે આનો ઉદ્દેશ્ય બે પવિત્ર સ્થળોને ટ્રેનના માધ્યમથી અંદરો અંદર જોડવાનો છે. અધિકારી અનુસાર, ઘણા વિસ્તારોથી કટરા સુધી ટ્રેન સેવા પૂરી પાડવાની માગ છે.

આ ઉપરાંત વૈષ્ણો દેવીના તીર્થયાત્રીઓની ભીડનું મેનેજમેન્ટ કરવા માટે જમ્મુથી કટરા, પઠાનકોટથી કટરા જેવી સ્થાનીય ટ્રેનો પણ શરૂ કરવામાં આવી શકે છે. એક અનુમાન અનુસાર, લગભગ એક કરોડ શ્રદ્ધાળુ દર વર્ષે આ ગુફાના દર્શન કરવા માટે આવે છે.

આ પ્રસંગે મોદીએ શું કહ્યું વાંચો...

નરેન્દ્ર મોદીએ બતાવી લીલી ઝંડી

નરેન્દ્ર મોદીએ બતાવી લીલી ઝંડી

લાંબી ઇંતેજારી બાદ આજે ઉધમપુર-કટરા રેલ લાઇનની શરૂઆત થઇ ગઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલમંત્રી સદાનંદ ગૌડાની સાથે શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સ્ટેશનથી જમ્મુ જનારી ટ્રેનને લીલી ઝંડી બતાવી.

આ ટ્રેન શ્રી શક્તિ એક્સપ્રેસના નામે ઓળખાય: મોદી

આ ટ્રેન શ્રી શક્તિ એક્સપ્રેસના નામે ઓળખાય: મોદી

નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે 'આ ટ્રેન શ્રી શક્તિ એક્સપ્રેસના નામે ઓળખાય અને આ ટ્રેન આખા 125 કરોડ ભારતીયો માટે એક ભેંટ છે.' વડાપ્રધાને જણાવ્યું કે 'ટ્રેન સેવાની શરૂઆતથી કટરાનો ઝડપથી વિકાસ થશે અને મોટા શહેરોથી અહીં છ ટ્રેનો શરૂ થશે.' વડાપ્રધાને એવું પણ આશ્વાસન આપ્યું કે 'જમ્મુનો વિકાસ ક્યારેય બાધિત નહી થવા દેવામાં આવે. તેમણે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં રેલ સંપર્કમાં વધારો કરવો પડશે.'

આ પ્રદેશ સમૃદ્ધ તથા શાંતિપૂર્ણ બને

આ પ્રદેશ સમૃદ્ધ તથા શાંતિપૂર્ણ બને

વડાપ્રધાને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરે ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે અને ઇચ્છા રાખીએ છીએ કે આ પ્રદેશ સમૃદ્ધ તથા શાંતિપૂર્ણ બને. મોદીએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય વિકાસના માધ્યમથી જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકનું દિલ જીતવાનો છે.

મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ માન્યો આભાર

મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ માન્યો આભાર

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ જણાવ્યું કે કટરા-ઉધમપુર રૂટથી જમ્મુ-કાશ્મીરને ખૂબ જ લાભ થશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથીઓનો આભાર માન્યો.

English summary
Narendra Modi inaugurates the rail link in Katra. He will also visit Srinagar and Uri sector. It is his first visit since after becoming the Prime Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X