For Quick Alerts
For Daily Alerts
ઇમ્ફાલમાં IEDથી બોમ્બ બ્લાસ્ટ, બેના મોત, 9 ઘાયલ
મણિપુર, 29 મે: મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં બોમ્બ બ્લાસ્ટ થયા છે, જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે અને 9 લોકોને ઇજા પહોંચી છે. બ્લાસ્ટ ગુરૂવારે સાંજે 5 વાગ્યાને 10 મિનિટ પર પશ્વિમી ઇમ્ફાલ સ્થિત અસમ રાઇફલ્સની પાસે થયો. બ્લાસ્ટ આઇઇડીથી કરવામાં આવ્યો. આ આતંકીવાદી ઘટના હતી કે નહી, તેની પુરતી માહિતી હજુ સુધી મળી શકી નથી.
પ્રાથમિક જાણકારી અનુસાર, બ્લાસ્ટ બજારના વિસ્તારમાં થયો જ્યાં ઠીક-ઠાક ભીડ રહે છે. બ્લાસ્ટ બાદ પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી દિધી છે.