'પંજાબમાં 'ખૂન કા બેટા' અને યૂપીમાં દત્તક પુત્ર! ગજબ છે ભાઇ..'
લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીને ટ્વીટર પર લખ્યું, પંજાબમાં 'ખૂન કા બેટા' અને ઉત્તર પ્રદેશમાં દત્તક પુત્ર! ગજબ છે ભાઇ, આટલુ બધું ન હસાવો!
ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળ(રાજદ)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એમના જ શબ્દોમાં વ્યંગ કર્યો છે. લાલૂ પ્રસાદ યાદવે પીએમ મોદીને ટ્વીટર પર લખ્યું, પંજાબમાં 'ખૂન કા બેટા' અને ઉત્તર પ્રદેશમાં દત્તક પુત્ર! ગજબ છે ભાઇ, આટલુ બધું ન હસાવો!

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ઉત્તર પ્રદેશ ના હરદોઇમાં એક રેલી સંબોધિત કરતાં કહ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ યુપીની ધરતી પર જન્મ્યા હતા અને તેમણે ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી. મારો જન્મ ગુજરાતમાં થયો અને યુપીએ મને દત્તક લીધો. આ મારી કર્મભૂમિ છે, મારા પાલક છે. હું એવી દિકરો નથી, જે યુપી છોડી દે. આ પહેલાં પંજાબની એક રેલીમાં નરેન્દ્ર મોદીએ પોતાને 'પંજાબ કે ખૂન કા બેટા' કહ્યાં હતા.
पंजाब में खून का बेटा और यूपी में दत्तक पुत्र!
— Lalu Prasad Yadav (@laluprasadrjd) February 16, 2017
गज़ब है रे भाई....इतना मत हँसाओ! 😂😂












Click it and Unblock the Notifications
