For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેરઠ: પરવાનગી છતાં મહાપંચાયત, પોલીસ દ્વારા ફાયરીંગ

|
Google Oneindia Gujarati News

મેરઠ, 29 સપ્ટેમ્બર : બે અઠવાડીયા સુધી રમખાણોની આગમાં સળગતા રહેલા મુઝફ્ફરનગરમાં એકવાર ફરી તણાવ ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તાજા સમાજારો અનુસાર મેરઠના સરધનામાં થઇ રહેલી મહાપંચાયત દરમિયાન જોડાયેલી ભીડે કમિશ્નર, ડીઆઇજી, ડીએમ અને એસએસપીને ઘેરી લીધા છે. લાંબા સમય સુધી ફાયરીંગ અને તેમાં ત્રણ લોકોના ઘાયલ થવાના પણ સમાચાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રમખાણોના આરોપમાં ધરપકડ કરાયેલા બીજેપી વિધાયકોના સમર્થનમાં મેરઠના સરધનામાં એક મહાપંચાયત કરવામાં આવી રહી છે. તંત્રએ મહાપંચાયત પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે, પરંતુ તંત્રના આદેશનો કોઇ અસર જોવા મળ્યો ન્હોતો. મહાપંચાયતમાં સામેલ હજારો લોકો સરધનામાં આક્રમક બની ગયા છે.

panchayat
આખા સરધનામાં મેરઠ પોલીસ તંત્રએ સીલ કરી લીધું છે. અર્ધસૈનિક દળની 32 કંપનીઓનો બંદોબસ્ત અત્રે ગોઠવી દેવામાં આવ્યો છે, પ્રશાસને ધારા 144 પણ લગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રમખાણ દરમિયાન ભડકાઉ વીડિયો ફેલાવવાના આરોપી બીજેપી વિધાયક સંગીત સોમ સરધનાના જ છે.

જ્યારે મુઝફ્ફરનગરના ઘણા વિસ્તારોમાં મહિલાઓએ પંચાયત કરીને એલાન કર્યું છે કે હવે રમખાણોના નામે કોઇ પણ ધરપકડ કરવામાં આવી તો તેઓ પોલીસ સાથે બાથ ભીડવવા તૈયાર છે.

English summary
Supporters of BJP leader Sangeet Som, arrested for his alleged role in last month's Muzaffarnagar riots, clashed with security forces while trying to defy the ban on a proposed panchayat, leading to violence in Meerut.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X