નાગરિકતા સુધારા બિલઃ કોંગ્રેસનો હુમલો - હિંદુ રાષ્ટ્ર બનાવવામાં લાગ્યુ છે ભાજપ
નાગરિકતા સુધારા બિલને સોમવારે લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. આ બિલના પક્ષમાં 311 મત પડ્યા જ્યારે 80 સાંસદોએ આના વિરોધમાં મતદાન કર્યુ. હવે આ બિલને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભામાં નાગરિકતા સુધારા બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આના પર ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી. સોમવારે મોડી રાત સુધી લોકસભામાં બિલ પર ચર્ચા થઈ અને ત્યારબાદ બિલ પર સંસદમાં મતદાન થયુ.
|
કોંગ્રેસ કહ્યુ - બિલ દ્વારા ધર્મના નામે દેશમાં ભાગલા પાડી રહ્યુ છે ભાજપ
જ્યાં આ બિલ લોકસભામાં પાસ થવાથી ભાજપમાં ખુશી છે ત્યાં બીજી તરફ આ બિલ માટે કોંગ્રેસે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસનુ કહેવુ છે કે આ બિલ દ્વારા ભાજપ હિંદુ રાષ્ટ્ર બનાવવા તરફ આગળ વધી રહી છે જે યોગ્ય નથી.

‘ભાજપ હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કરવા તરફ આગળ વધી રહી છે'
કોંગ્રેસ સાંસદ અને અધીર રંજન ચૌધરીએ બિલનો વિરોધ કરીને કહ્યુ કે અમે નાગરિકતા સુધારા બિલનો વિરોધ કરી રહ્યા છે કારણકે આ ભેદભાવપૂર્ણ છે, જો કોઈ પીડિત સમુદાયને શરણ આપી રહ્યુ છે તો અમે આને વિરોધ નથી કરી રહ્યા પરંતુ અમારો વિરોધ એ વાતનો છે કે આના માનદંડ ધર્મને બનાવવામાં આવી રહ્યા છે, તેને બદલવુ જોઈએ. ભાજપ હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કરવા તરફ આગળ વધી રહ્યુ છે.
આ પણ વાંચોઃ લોકસભામાં પાસ થયુ નાગરિકતા સુધારા બિલ, પક્ષમાં પડ્યા 311 મત

શરણાર્થીઓને નાગરિકતાનો પ્રસ્તાવ
તમને જણાવી દઈએ કે આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને આ બિલમાં નાગરિકતા આપવાનો પ્રસ્તાવ છે. આ બિલમાં આ ત્રણે દેશોથી આવતા હિંદુ, જૈન, સિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમુદાયના શરણાર્થીઓને નાગરિકતાનો પ્રસ્તાવ છે.