For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળઃ ભાજપ કાર્યકર્તાની હત્યા કરી શબ ઝાડ પર લટકાવ્યુ, BJPએ TMC પર લગાવ્યો આરોપ

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અટકવાનુ નામ નથી લઈ રહી. એક વાર ફરીથી અહીં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની હત્યાનો મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અટકવાનુ નામ નથી લઈ રહી. એક વાર ફરીથી અહીં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની હત્યાનો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર બુધવારે પશ્ચિમ બંગાળના ઈસ્ટ મિદનાપુર જિલ્લામાં ભાજપ કાર્યકર્તાનુ શબ તેના ઘર પાસે ઝાડ પર લટકેલુ મળી આવ્યુ. વળી, આ ઘટના પર ભાજપે આરોપ લગાવ્યો છે કે આની પાછળ તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ છે. ભાજપનો આરોપ છે કે સત્તાધારી પક્ષ ટીએમસીને ભાજપ કાર્યકર્તાએ જોઈન કરવાની ના પાડી દીધી હતી જેના કારણે ટીએમસીના ગુંડાઓએ ભાજપ કાર્યકર્તાની નિર્મમ હત્ચા કરી દીધી.

ટીએમસીએ ફગાવ્યો આરોપ

ટીએમસીએ ફગાવ્યો આરોપ

વળી, ટીએમસીએ ભાજપના આરોપોને ફગાવીને કહ્યુ કે આરોપ બિલકુલ નિરાધાર છે અને રાજનીતિથી પ્રેરિત છે. પોલિસની તપાસમાં આ હત્યાનુ સત્ય સામે આવી જશે. પોલિસે જણાવ્યુ કે 44 વર્ષીય પૂરનચંદ્ર દાસ કે જે રામનગર વિસ્તારમાં ભાજપના બૂથ અધ્યક્ષ હતા તેમનુ શબ ઘરની પાસે ઝાડ પર લટકતુ મળ્યુ ત્યારબાદ વિસ્તારના લોકોએ અમને આની માહિતી આપી. અમે આ કેસની તપાસ કરી રહ્યા છે અને જલ્દી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

ટીએમસીમાં શામેલ થવાનુ હતુ દબાણ

ટીએમસીમાં શામેલ થવાનુ હતુ દબાણ

દાસના પરિવારનુ કહેવુ છે કે સ્થાનિક ટીએમસી નેતા સતત તેમના પર દબાણ કરી રહ્યા હતા કે તે ટીએમસીમાં શામેલ થઈ જાય પરંતુ તે ટીએમસીમાં જવા નહોતા ઈચ્છતા. આજે સ્થાનિક ટીએમસી નેતા સાથે બેઠક થવાની હતી પરંતુ સાંજે તેમનુ શબ ઝાડ સાથે લટકેલુ મળ્યુ. અમે ઈચ્છીએ છીએ કે આ આખી ઘટનાનુ સત્ય સામે આવે. વળી, જિલ્લા ભાજપ અધ્યક્ષએ આરોપ લગાવ્યો છે કે ટીએમસીના ગુંડાઓએ જ દાસની હત્યા કરી અને તે બાદ તેમના શબને ઝાડ પર લટકાવી દીધુ.

પહેલા પણ મળ્યુ હતુ શબ

પહેલા પણ મળ્યુ હતુ શબ

તમને જણાવી દઈએ કે આ પહેલા વરિષ્ઠ ભાજપ નેતા અને ધારાસભ્ય દેબેન્દ્ર નાથ રાય શંકાસ્પદ સ્થિતિમાં તેમના ઘર પાસે નૉર્થ દિજનાપુર જિલ્લામાં મળી આવ્યા હતા. રાયનુ શબ એક બંધ દુકાનની બહાર ઝાડ પર લટકતુ મળ્યુ હતુ. તેમના પરિવારે આરોપ લગાવ્યો હતો કે ટીએમસીના લોકોએ આ નિર્મમ હત્યા કરી છે. જો કે પોલિસે પોસ્ટ મૉર્ટમનો હવાલો આપીને કહ્યુ કે રાયનુ મૃત્યુ ગળે ફાંસો ખાવાથી થયુ છે, આ ઉપરાંત તેમના શરીર પર કોઈ પ્રકારના ઘાના નિશાન નથી.

પંજાબના તરનતારનમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1પંજાબના તરનતારનમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1

English summary
West Bengal: BJP worker dead body found hanging on tree, party alleges TMC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X