For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે નરેન્દ્ર મોદી ભાજપના સિંહ કહેવાય છે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 જૂન : ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિની કમાન નરેન્દ્ર મોદીના હાથમાં સોંપવામાં આવે છે એવી ઘોષણા સમયે ભલે નરેન્દ્ર મોદી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહ અને પક્ષના અન્ય નેતાઓની સાથે મીડિયા સમક્ષ હાજર રહ્યા ન હતા પરંતુ પાછળથી જે અંદાજમાં મંચ પર તેમણે એન્ટ્રી કરી તો સ્પષ્ટ જોવા મળતું હતું કે ભાજપમાં નરેન્દ્ર મોદી યુગનો આરંભ થઇ ચૂક્યો છે.

આ સમયે રાજનાથ સિંહે બંને હાથ જોડીને ત્યાં ઉપસ્થિત લોકોનું સ્વાગત અને આહવાન કર્યું પરંતુ મોદી તો મોદી જ છે. તેમણે તો પોતાની અસલ અદામાં ચહેરા પર અનોખી ચમક અને હાથ ઉઠાવીને વિક્ટ્રી સાઇન આપતા લોકોને આવકાર્યા હતા. આજે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ ભાજપના તમામ પદો પરથી રાજીનામુ આપતા હવે એમ લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી માટે દિલ્હી દૂર નથી. નરેન્દ્ર મોદીને ભાજપના સિંહ માનવામાં આવે છે. તેમના કયા કારણોથી ભાજપના સિંહ માનવામાં આવે છે તે આવો જોઇએ...

1. ભાજપમાં મોદી યુગ

1. ભાજપમાં મોદી યુગ


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં વિજયની હેટ્રિક લગાવનારા નેન્દ્ર મોદીને દિલ્હીની ગાદીના દાવેદાર માનવામાં આવે છે. દેશમાં તેમની લોકપ્રિયતાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ પણ અનેક જાહેર કાર્યક્રમોમાં નરેન્દ્ર મોદીના ગુણગાન કરી ચૂક્યા છે. ભાજપની કારોબારી બેઠકમાં પણ રાજનાથે જણાવ્યું હતું કે લોકોમાં જે લોકપ્રિય હોય તે જ લોકનેતા હોય છે. મોદીએ યુવાનોમાં પોતાની લોકપ્રિયતા બનાવવામાં બાકી બધાને પાછળ છોડી દીધા છે.

2. ભલભલા બિમાર

2. ભલભલા બિમાર


નરેન્દ્ર મોદીને તેમની અસલી મજબૂતી કાર્યકરો પર તેમની પકડને કારણે મળી છે. ભાજપના જ કાર્યકર્તાઓ ઇચ્છતા હતા કે પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીને બનાવવામાં આવે. કાર્યકરોએ નરેન્દ્ર મોદી માટે પાર્ટી પર પ્રેશર વધાર્યું હતું. કાર્યકરોનું મોદી માટે પીઠબળ જોઇને ભાજપના ભલભલા નેતાઓ બિમાર પડી ગયા છે.

3 પરફેક્ટ ટાઇમિંગ

3 પરફેક્ટ ટાઇમિંગ


નરેન્દ્ર મોદી પોતાની દરેક બાબત અને વિકાસ માટે પરફેક્ટ ટાઇમ ધ્યાનમાં રાખે છે. લોઢું બરાબર ગરમ હોય ત્યારે જ હથોડો મારે છે. આરએસએસ એક તરફ અડવાણી માટે નારાજ છે, જેના કારણે નરેન્દ્ર મોદીને તક મળી ગઇ છે. કારોબારી દરમિયાન સંઘના એક નેતાએ જણાવ્યું કે ભાજપ મજબૂત થશે તો સહયોગીઓ આપોઆપ વધતા જશે.

4. સેકન્ડ લાઇન લિડરશિપમાં મોજી ફર્સ્ટ

4. સેકન્ડ લાઇન લિડરશિપમાં મોજી ફર્સ્ટ


ભાજપની સેકન્ડ લાઇન લીડરશિપ તરફ નજર કરીએ તો નરેન્દ્ર મોદીની બરોબરીમાં કોઇ નેતા આવી શકે તેમ નથી. મોદીએ ગુજરાતમાં પક્ષમાં વધારેલી એકતાને કારણે સમગ્ર દેશમાં તેમના સફળ નેતૃત્વના ડંકા વાગવા લાગ્યા છે. જેના કારણે પક્ષના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ નરેન્દ્ર મોદીના પક્ષમાં આવવા લાગ્યા છે.

5. મોદી અનન્ય છે

5. મોદી અનન્ય છે


ભાજપમાં કે તેમના સાથી પક્ષોમાં નરેન્દ્ર મોદી જેવો મજબૂત અને લોકપ્રિય વિકલ્પ બીજો કોઇ નથી. દરેક વર્ગમાં મોદીની લોકપ્રિયતા વધી રહી છે જેના કારણે તેમની સામે કોઇ ટકી શકે એમ નથી. વળી ભાજપમાં બીજી હરોળના અન્ય કોઇ પણ નેતાઓમાં અડવાણીને નારાજ કરીને પીએમ પદ સુધી પહોંચવાની ક્ષમતા અને હિંમત નથી.

English summary
Why Narendra Modi is BJP's lion?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X