For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પવન કુમાર બંસલના મંત્રીમંડળમાં રહેવા પર સસ્પેંસ યથાવત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pawan-bansal
નવી દિલ્હી, 5 મે: વડાપ્રધાનના ઘરે સોનિયા ગાંધીના અધ્યક્ષતામાં કોંગ્રેસ કોર ગ્રુપની બેઠક પુર્ણ થયા બાદ સૂત્રોના હવાલેથી જે સમાચાર પ્રાપ્ત થયા છે તે મુજબ પવન કુમાર બંસલ રેલવે મંત્રીના પદે હાલ યથાવત રહેશે. તેમના રાજીનામાની માંગણી પર હાલ નિર્ણય લેવામાં નહી આવે. રવિવારે ફરી એકવાર કોંગ્રેસ કોર ગ્રુપની બેઠક યોજાઇ શકે છે.

લાંચના મુદ્દે રેલવે મંત્રી પવન કુમાર બસંલના ભાણીયા વિજય સિંઘલાની ધરપકડથી કોંગ્રેસ અને યુપીએને જોરદાર ઝટકો લાગ્યો છે અને તે મંત્રીમંડળમાં રહેશે કે નહી તે મુદ્દે શંકાના વાદળો ઘેરાયેલા છે.

મંત્રીમંડળે પવન બંસલને દૂર કરવા અને તેમના પર કેસ ચલાવવાની માંગણી વચ્ચે સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ કોર ગ્રુપની વડાપ્રધાન મનમોહન સિંહના નિવાસ સ્થાને 7 આરસીઆર પર પર શનિવારે સાંજે યોજાયેલી બેઠકમાં કોઇ પરિણામ બહાર આવ્યું ન હતું. આ પહેલાં દિવસે પવન બંસલે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કરી પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પવન કુમાર રાજીનામાની ઓફર કરી ન હતી અને કોર ગ્રુપની બેઠકમાં તેમને સ્પષ્ટતા રજૂ કરી હતી અને દાવો કર્યો હતો કે તેમના ભાણીયા સાથે કોઇ વ્યવસાયિક સંબંધ નથી અને નિર્ણય લેવાથી તેમના પર અસર વર્તાશે નહી.

સોમવારે સંસદ શરૂ થવા પહેલાં આ વિષય પર કોઇ સંભવિત નિર્ણય લેવા માટે રવિવારે કોર ગ્રુપની ફરીથી બેઠક યોજાઇ શકે છે. શનિવારની બેઠકમાં વરિષ્ઠ મંત્રી એકે એંટની, સુશીલ કુમાર શિંદે, સોનિયા ગાંધીના રાજકિય સચિવ અહેમદ પટેલ અને કમલનાથ હાજર રહ્યાં હતા.

વરિષ્ઠ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે કોર ગ્રુપની બેઠકમાં પણ પવન બંસલે રાજીનામાની ઓફર કરી ન હતી. મંત્રીમંડળમાં રહેશે કે નહી તે અંગે હવે રવિવારે કોર બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. પવન બંસલે ભાણીયાથી અંતર બનાવી રાખ્યું છે.

પોતાના એક નિવેદનમાં 64 વર્ષીય પવન બંસલે દાવો કર્યો છે કે સાર્વજનિક જીવનમાં તેમને હંમેશા નૈતિક માપદંડનું પાલન કર્યું છે અને નિર્ણય લેવામાં તેમને કોઇ પ્રભાવિત કરી ન શકે. તેમને કેસની તપાસની માંગણી કરી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ ભલે તેમના બચાવમાં આજે જોવા મળી અને પાર્ટીના મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ પવન બંસલના રાજીનામાની માંગને એમ કહી નકારી કાઢી કે આ પ્રકારની માંગ કરવીએ વિપક્ષની બિમારી થઇ ગઇ છે.

English summary
The Congress Core Group, which met here this evening in the backdrop of the arrest of Pawan Kumar Bansal's nephew by the CBI in a bribery case, did not take a decision on his offer to quit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X