For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે વધુ એક ખતરો, NASAએ ચેતવણી આપી

પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે વધુ એક ખતરો, NASAએ ચેતવણી આપી

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ નાસાએ પૃથ્વી તરફ વધી રહેલા ખતરાની ચેતવણી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું કે ચાર એસ્ટેરોઈડ બહુ તેજ ગતિથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે. જો કે નાસાએ એ વાતની ઉમ્મીદ જણાવી હતી કે આ બધા ચાર એસ્ટેરોઈડ પૃથ્વીની બહુ નજીક થઈ પસાર થશે. જો કે તેનાથી પૃથ્વીને કોઈ નુકસાન નહિ થાય. જાણકારી મુજબ આ એસ્ટેરોઈડ 21 અને 22 માર્ચ દરમિયાન પૃથ્વીની કક્ષાની બહારથી પસાર થશે.

આ દૂરી અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયામાં ઓછી છે

આ દૂરી અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયામાં ઓછી છે

આ ચાર એસ્ટેરોઈડને 2020 FK, 2020 FS, 2020 DP4 અને 2020 FFIનું નામ આપવામાં આવ્યું છે. જેમાંથી સૌથી નજીકથી પસાર થનાર એસ્ટેરોઈડ 7,13,000 કિમી દૂરથી નિકળશે. આ દૂરી અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયામાં ઓછી માનવામાં આવે છે. આની સાથે જ વધુ એક એસ્ટેરોઈડ સૌથી વધુ 3.05 મિલિયન કિલોમીટરની દૂરીથી પસાર થશે. જેમાં સૌથી નાનો 2020 FK એસ્ટેરોઈડ છે, જેનો ડાામીટર માત્ર 43 ફીટ છે.

સૌથી મોટો એસ્ટેરોઈડ 2020 DP4 ધરતીની નજીક પહોંચશે

સૌથી મોટો એસ્ટેરોઈડ 2020 DP4 ધરતીની નજીક પહોંચશે

2020 FK 37 હજાર કિમી પ્રતિ કલાકની ગતિએ ધરતી તરફ આગળ વધી રહ્યો છે. 2020 FS 15 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આગળ વધી રહ્યો છે. જેનું ડાયામીટર 56 ફીટ છે. આ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગી 59 મિનિટ પર પસાર થશે. જ્યારે રવિવારે એટલે કે આજના દિવસે સૌથી મોટો એસ્ટેરોઈડ 2020 DP4 ધરતીની નજીક પહોંચશે. જે ચારેયમાંથી મોટો છે. આનો ડાયામીટર 180 ફીટ છે અને ગતિ 47 હજાર કિમી પ્રતિ કલાક છે.

નાસાના ઘટનાક્રમ પર પૂરી નજર

નાસાના ઘટનાક્રમ પર પૂરી નજર

આ ઉપરાંત 2020 FF1નો ડાયામીટર 48 ફીટ છે. 23 માર્ચે 2020 DP4 ભારતીય સમય મુજબ રાતે 12 વાગીને 4 મિનિટે પસાર થશે. 2020 FF1 સવારે 3 વાગીને 39 મિનિટ પર નીકળવાની વાત કહેવામાં આવી છે. હાલ નાસાનું એમ કહેવું છે કેમ કે ચારેય એસ્ટેરોઈડ પૃથ્વીથી નજીક થઈને પસાર થશે તેથી કોઈ નુકસાન નહિ થાય. જો કે નાસા આ ઘટનાક્રમ પર પૂરી નજર બનાવેલ છે.

મોદી સરકારે યાદી જાહેર કરી, આ 75 જિલ્લા લૉકડાઉન કર્યામોદી સરકારે યાદી જાહેર કરી, આ 75 જિલ્લા લૉકડાઉન કર્યા

English summary
according to nasa four new asteroids are approaching earth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X