For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FATF: કંગાળ પાકિસ્તાનને હવે દેવાના પણ પડશે ફાંફા

હવે એ દિવસ દૂર નથી કે પાકિસ્તાને દુનિયાભરના દેશો પાસેથી દેવાની ભીખ માંગવી પડે અને કોઈ દેશ તેને દેવું આપતા તૈયાર નહિં થાય.

|
Google Oneindia Gujarati News

હવે એ દિવસ દૂર નથી કે પાકિસ્તાને દુનિયાભરના દેશો પાસેથી દેવાની ભીખ માંગવી પડે અને કોઈ દેશ તેને દેવું આપતા તૈયાર નહિં થાય. દેશની જનતાનો હક ચોરી આતંકવાદને ફંડિંગ કરનાર પાકિસ્તાન ચાહીને પણ આર્થિક તંગીમાંથી બહાર આવી શકશે નહિં. પાકિસ્તાનને ફાઈનેંશિયલ એક્શન ટાસ્ક ફોર્સ(એફએટીએફ) દ્વારા બ્લેકલિસ્ટ કરાયા બાદ પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમમાં આવી જશે.

તમને જણાવી દઈએ કે ટેરર ફંડિંગ મામલે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખી દેવાની તલવાર લાંબા સમયથી તેના પર લટકી રહી છે. પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં કરી દેવા અંગે અંતિમ નિર્ણય ઓક્ટોબરમાં એફએટીએફની બેઠકમાં લેવાશે. એફએટીએફે ગયા વર્ષે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખી દીધુ હતુ. પાકિસ્તાન પર આંતકવાદી ફંડિગ પર નજર રાખનારી એફએટીએફની મહત્વની બેઠક 13 થી 18 ઓક્ટોબર દરમિયાન પેરિસમાં થવાની છે. જેમાં આતંકવાદીઓને ફંડિંગ પર અંકુશ લગાવવા માટે પાકિસ્તાન દ્વારા લેવાયેલા પગલાંઓનું આકલન કરાશે. જો પાકિસ્તાન તેમાં ખરુ નહિં ઉતરે તો તેને બ્લેક લિસ્ટમાં નાખી દેવાશે.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને થશે 10 અબજ ડૉલરનું નુકશાન

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને થશે 10 અબજ ડૉલરનું નુકશાન

અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનું બ્લેકલિસ્ટમાં જવું લગભગ નક્કી છે. જો એફએટીએફ પણ એપીજીના નિર્ણય પર પોતાની મોહર મારી દે તો પાકિસ્તાનને દેવાના ફાંફા પડી જશે. વિદેશી દેશ અને આંતરરાષ્ટ્રીય નાણા સસ્થાઓ તેને દેવું આપવાનું બંધ કરી દેશે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(આઈએમએફ) ના પ્રતિનિધી ટેરીજા સાંચેજે કહ્યુ હતુ કે જો પાકિસ્તાન એફએટીએફની ગ્રે લિસ્ટમાંથી બહાર નહિં નીકળે તો તેની હાલની સ્વીકૃત લોન પર પણ ખતરો આવી જશે. અગાઉ પાકના વિદેશમંત્રી મહમુદ કુરેશીએ પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યુ હતુ કે તેમનો દેશ આઈએટીએફ બ્લેક લિસ્ટમાં જશે તો તેનાથી અર્થવ્યવસ્થાને 10 અબજ ડોલરનું નુકશાન થશે.

કોઈ સંસ્થા નહિં આપે દેવું

કોઈ સંસ્થા નહિં આપે દેવું

આર્થશાસ્ત્રીઓનું માનીએ તો એફએટીએફ દ્વારા પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય તેને હાલ અને લાંબાગાળે મોટુ નુકશાન કરશે. આ નિર્ણય બાદ પાકિસ્તાન ન કોઈનું ઋણ લઈ શકશે ન કોઈ સંસ્થાને ઋણ આપી શકશે. તેની અસર એ થશે કે આ નિર્ણય બાદ મુડી એસ એન્ડ પી(સ્ટેન્ડર્ડ એન્ડ યુઝર્સ) જેવી નાણાકીય સંસ્થાઓ પાકિસ્તાનનું રેટિંગ ઘટાડી દેશે. આ રેટિંગ નક્કી કરે છે કે દેશમાં રોકાણ કરવું કેટલું યોગ્ય રહેશે. રેટિંગ પડ્યા બાદ ત્યાં બહારથી રોકાણ બંધ થઈ જશે. તેની સીધી અસર અહીંની અર્થવ્યવસ્થા પર પડશે. આ નિર્ણય બાદ આઈએમએફ સહિત વલ્ડ બેંકથી પાકિસ્તાન કોઈ નવું દેવું લઈ શકશે નહિં. જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા દેવા પર ટકેલી છે.

બ્લેક લિસ્ટ થયા બાદ પાકની સ્થિતિ

બ્લેક લિસ્ટ થયા બાદ પાકની સ્થિતિ

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ, વિશ્વકોશ, એશિયાઈ વિકાસ બેંક સહિતની વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ આ દેશની શાખને ઘટાડી દેશે. મુડી, એસએન્ડ પી અને ફિચ જેવી ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દેશનું રેટિંગ ઘટાડી દેશે તો તેની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ જશે. રોકાણકારો પાછળ ખસી જશે. જેનાથી આર્થિક ક્ષેત્ર ઢળી પડશે. 126 શાખા વાળી સૌથી મોટી આંતરાષ્ટ્રીય બેંક સ્ટેન્ડર્ડ ચાટર્ડ સહિત સિટી બેંક, ડ્યુશ બેંક પોતાનો કારોબાર સમેટી લેશે. વિદેશી લેવડ-દેવડ અને વિદેશી મુદ્રા પ્રવાહમાં ઘટાડાને કારણે પાકિસ્તાનનું હાલ ચાલુ ખાતાનું નુકશાન વધી જશે. યુરોપિયન દેશો દ્વારા નિકાસ થતા ચોખા, કૉટન, માર્બલ, કપડા, ડુંગળી સહિતના ઉત્પાદનો પર અસર થશે. જેને કારણે ઘરેલું ઉત્પાદકોને પણ ભારે નુકશાન વેઠવું પડશે.

એપીજીએ પાકિસ્તાનના વિનાશ પર મારી દીધી છે મહોર

એપીજીએ પાકિસ્તાનના વિનાશ પર મારી દીધી છે મહોર

છેલ્લા દિવસોમાં એફએટીએફથી સંબંધિત સંસ્થા એશિયા પેસેફિક ગ્રુપ(એપીજી)એ ટેરર ફંડિંગ મામલે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં કરવાની ભલામણ કરી હતી. બેઠક દરમિયાન એપીજીના સભ્યોએ તેને આતંદવાદ પર લગામ લગાવવામાં વિફળ જોતા તેને બ્લેક લિસ્ટમાં નાખી દીધુ હતુ. જેની અસર ઓક્ટોબરમાં થનારી એફએટીએફની બેઠક પર જોવા મળશે. એફએટીએફના 27 પોઈન્ટ એક્શન પ્લાનની 15 મહિનાની સમય મર્યાદા ખતમ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કૈનબરામાં ચાલી રહેલી એપીજીની બેઠકમાં એ પણ જોવા મળ્યુ કે આતંકવાદને ફંડિંગ રોકવા માટે જે 40 માનક બનાવાયા હતા તેમાં 32નું પાલન પાકિસ્તાને કર્યુ નથી. એટલું જ નહિં, નાણા પોષણ અને ધન શોધનના 11માંના 10 માનકો પર પણ તે ખરુ ઉતર્યુ નથી. એશિયા પેસેફિક ગ્રુપ દ્વારા પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાની ભલામણ ઓક્ટોબરમાં થારી એફએટીએફની બેઠક પર અસર કરશે. આ નિર્ણય તેની આર્થિક કમર તોડી પાડશે.

એફએટીએફની મહોર લાગવાની બાકી

એફએટીએફની મહોર લાગવાની બાકી

આખી દુનિયામાં આતંકવાદને થનારી ફંડિંગ પર નજર રખાય છે અને તેને આધારે પોતાનો રિપોર્ટ એફએટીએફને સોંપાય છે. ત્યારબાદ એફએટીએફ તેને બ્લેક લિસ્ટમાં નાખે છે. એફએટીએફે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખી એ વાતતો માની છે કે પાકિસ્તાન આતંકવાદને ફંડિંગ કરી રહ્યુ છે. જો કે આ વિશે કોઈ કાર્યવાહી કરતા પહેલા ચેતવણી આપવામાં આવે છે. આ વખતે એફએટીએફ દ્વારા પાકિસ્તાને બ્લેક લિસ્ટમાં નાખવાની શક્યતા વધી ગઈ છે.

આતંક ફંડિંગ મામલે પાકિસ્તાન એફએટીએફની બ્લેક લિસ્ટમાં જવાના અણસારી આવી ચૂક્યા છે. આ જ ડરે પાકિસ્તાનના 20 સભ્યોની કમિટિ બેંકોકમાં નાણાકીય કાર્યવાહી કાર્યબળ(એફએટીએફ)ની સામે રજૂ થશે. પાકિસ્તાની દળ અને એફએટીએફની સામ સામે બેઠક થશે. મની લોન્ડ્રીંગ અને આતંકી ફંડિંગ પર ધન લગાવવા માટે પાકિસ્તાન સાથે આ બેઠક આયોજીત કરાઈ છે. આ દળમાં પાકિસ્તાનની દળના આર્થિક મામલાના સંઘીય મંત્રી હમ્માદ અજહર, સંઘીય શોધ એજન્સી, સ્ટેટ બેંક, ફેડરલ બેંક ઓફ રેવન્યુ, સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ કમીશન ઓફ પાકિસ્તાન, એન્ટી નારકોટિક્સ ફોર્સ અને ખુફિયા એજન્સીઓના પ્રતિનિધીઓ શામેલ છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે આ વાતચીતનું પરિણામ 13 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં નક્કી કરાશે કે પાકિસ્તાનનું નામ ગ્રે લિસ્ટમાં રહેશે કે બ્લેક લિસ્ટમાં જોડી દેવાશે.

એફએટીએફમાં ચીનનું વલણ

એફએટીએફમાં ચીનનું વલણ

એમાં એ પણ જોવાનું રહેશે કે દુનિયાના બીજા આતંરરાષ્ટ્રીય મંચે ચીન પાકિસ્તાનના બચાવ માટે ઉભુ રહેશે કે કેમ. જો કે હાલ તેને ભારતની મોટી જીત ગણી શકાય છે. ભારત ઘણા સમયથી એફએટીએફમાં પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં કરવાના પ્રયત્નો હેઠળ આતંકવાદ પર ટેરર ફંડિંગના પુરાવા આપતુ રહ્યુ છે. ઉપરાંત અનેક દેશોએ પણ આ મામલે ભારતનો સાથ આપ્યો છે. ઘણા દેશો ખુલ્લી રીતે પાકિસ્તાનને આંતકવાદી દેશ ગણાવે છે.

આંતકવાદી સંગઠનો સોના અને બંધ પત્રો દ્વારા ભેગું કરે છે ધન

આંતકવાદી સંગઠનો સોના અને બંધ પત્રો દ્વારા ભેગું કરે છે ધન

એફએટીએફે પાકિસ્તાન સરકારથી આભુષણોની ખરીદી અને આર્થિક બંધ પત્રો દ્વારા લેવડ-દેવડ પર નજર રાખવા કહ્યુ છે. બંધ પત્ર સોનાને બદલે જારી કરાય છે. અને તેનાથી ગ્રાહકને રોકડ ભરપાઈની સુવિધા આપે છે. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સોના અને બંધ પત્રો દ્વારા દાન ભેગુ કરે છે. એફએટીએફ આવા ફંડિંગ પર નજર રાખી રહ્યુ છે અને આવી સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરે છે. પાકિસ્તાનમાં બંધ પત્ર વાસ્તવમાં નાણા મંત્રાલયની લૉટરી વ્યવસ્થા જેવી વ્યવસ્થા છે. અને સરકારે ભરપાઈના વાયદે તેને જારી કર્યુ છે. એફએટીએફને પુરાવા મળ્યા છે કે આતંકી સંગઠનો ટેલીકોમ બેંકિંગ દ્વારા આ બંધ પત્ર જારી કરાવે છે અને ત્યાર બાદ તેની ભરપાઈથી ધનપ્રાપ્ત કરે છે.

એફએટીએફ

એફએટીએફ

જી-7 દેશોની પહેલ પર 1989માં એફએટીએફની રચના થઈ. જે એક આંતરરાષ્ટીય સરકારી સંગઠન છે. જેમાં સભ્ય દેશોની સંખ્યા 16 છે. ભારત પણ તેનું એક સભ્ય છે. શરૂઆતમાં તેનો ઉદેશ્ય મની લોન્ડ્રીંગ પર રોક લગાવવાનું હતુ, જો કે 2001માં અમેરિકા પર થયેલ આતંકવાદી હુમલા બાદ આતંકવાદી સંગઠનોને કરાતા ફંડિંગ પર તેના દ્વારા નજર રખાઈ રહી છે. એફએટીએફ દુનિયાના એ દેશોનું લિસ્ટ બનાવે છે જે મની લોન્ડ્રીગ અને આતંકવાદી સંગઠનોથી મળનારા ધનને રોકવા કે તેની વિરુદ્ધ પગલાં લેવામાં પાછળ રહી જાય છે. જે માટે એક ગ્રે લિસ્ટ અને બીજુ બ્લેક લિસ્ટ હોય છે.

આ પણ વાંચો: કાશ્મીરનો ઉલ્લેખ કરવા પર ભારતે પાકિસ્તાન અને ચીનને ફટકાર લગાવી

English summary
FATF: Poor Pakistan will now have to pay debt too
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X