For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1500 ફૂટ ઉંચે દોરી પર સહારા વગર ચાલ્યો યુવાન

By Super
|
Google Oneindia Gujarati News

Grand-Canyon
વિશ્વમાં અનેક લોકો કંઇક ને કંઇક અનોખું અને અજુગતું કરવા માટે જાણીતા છે, આવો જ એક છે અમેરિકન નાગરીક. 'ધ કિંગ ઓફ હાઇ વાયર'ના નામથી લોકપ્રિય અમેરિકન એક્રોબેટ કલાકાર નિક વાલેન્ડાએ અમેરિકાની ગ્રાન્ડ કેન્યોન ઘાટીની ઉપર કોઇપણ સહારા વગર દોરી પર ચાલીને પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે.

આ પહેલા તે ગયા વર્ષે નાયગ્રા ફોલ પર દોરી પર ચાલીને રેકોર્ડ બનાવી ચૂક્યો છે. વાલેન્ડાએ સોમવારે લિટલ કોલોરાડો નદી પર 1500 ફૂટની ઉંચાઇ પર બંધાયેલી દોરી પર એ સાહસિક કારનામું કરી દેખાડ્યું જેનું પ્રસારણ સવારે ડિસ્કવરી ચેનલ પર કરવામાં આવ્યું અને રાત્રે આઠ વાગ્યે તેના પર વિશેષ કાર્યક્રમ દર્શાવવામાં આવ્યો હતો.

ચેનલના નિવેદન અનુસાર વાલેન્ડાએ આ દાંત હેઠળ આંગલી દબાવવા પર મજબૂર કરનારા કરતબને લાઇવ કવર કર્યો. 34 વર્ષીય વાલેન્ડાએ પોતાના પ્રદર્શન બાદ કહ્યું કે, ગ્રાન્ડ કેન્યોન એવું સ્થળ છે, જ્યાં તે બાળપણમાં આવ્યો હતો. આવા અસાધારણ સ્થળ પર દોરી પર ચાલવું મારું એક સ્વપ્ન હતું. વાલેન્ડાના ચોંકાવનારા કારનમા બાદ ચેનલ દ્વારા જારી જાહેરાત અનુસાર તેણે અંદાજે 1400 ફૂટ સુધીનું અંતર દોરી પર કોઇપણ પ્રકારના સહારા વગર ચાલીને કાપ્યું.

English summary
'King of the High Wire' crosses Grand Canyon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X