મને વિશ્વાસ નથી થતો કે હું મલાલાને મળી: પ્રિયંકા ચોપરા

Written By:
Subscribe to Oneindia News

ગ્લોબલ સ્તરની અભિનેત્રી બની ચૂકેલ પ્રિયંકા ચોપરા આજ-કાલ સતત ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરા યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર છે અને તે યુનિસેફ સાથે મળીને બાળકોના ભણતર માટે જાગૃતિ ફેલાવી રહી છે, ખાસ કરીને બાળકીઓના ભણતર માટે. આ દરમિયાન ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં તેની મુલાકાત સૌથી યુવાન નોબેલ પ્રાઇઝ વિનર એવી મલાલા યૂસુફઝઇ સાથે થઇ હતી. પ્રિયંકા સાથેની તેની મુલાકાત અંગે ટ્વીટ પણ કર્યું હતું, જેનો પ્રિયંકાએ સુંદર જવાબ વાળ્યો હતો.

priyanka chopra met malala

મલલાની ફેન મોમેન્ટ

20 સપ્ટેમ્બરના રોજ મલાલાએ પોતાની અને પ્રિયંકા ચોપરાની તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, મને વિશ્વાસ નથી થતો કે હું પ્રિયંકા ચોપરાને મળી. મલાલા માત્ર 20 વર્ષની છે અને તેના આ ફેન મોમેન્ટવાળા ટ્વીટનો પ્રિયંકાએ સુંદર જવાબ વાળ્યો હતો.

પ્રિયંકાનો જવાબ

પ્રિયંકાએ લખ્યું હતું કે, ઓહ મલાલા, મારી પાસે પૂરતા શબ્દો નથી... મને વિશ્વાસ નથી થતો કે હું..તને..મળી! તું વિશાળ હૃદય ધરાવતી નાનકડી છોકરી છે, તે નાની ઉંમરમાં જ ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે. મને ગર્વ છે.

English summary
Priyanka Chopra met Malala Yousafzai, the youngest-ever Nobel Prize laureate in New York.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.