For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગાળ થયુ શ્રીલંકા, સરકારે કહ્યુ, પેટ્રોલ ખરીદવા માટે નથી પૈસા, લાઈન ન લગાવો

સંપૂર્ણપણે કંગાળ થઈ ચૂકેલ શ્રીલંકા પાસે હવે ઈંધણ ખરીદવાના પણ પૈસા નથી રહ્યા.

|
Google Oneindia Gujarati News

કોલંબોઃ પડોશી દેશ શ્રીલંકાની સ્થિતિ હાલમાં બદતર થઈ રહી છે. સંપૂર્ણપણે કંગાળ થઈ ચૂકેલ શ્રીલંકા પાસે હવે ઈંધણ ખરીદવાના પણ પૈસા નથી રહ્યા. શ્રીલંકાએ બુધવારે કહ્યુ કે તેમના દરિયા કિનારે લગભગ બે મહિનાથી પેટ્રોલથી લદેલા જહાજ ઉભા છે પરંતુ તેની ચૂકવણી કરવા માટે તેમની પાસે વિદેશી મુદ્રા નથી. શ્રીલંકાએ પોતાના નાગરિકોને અપીલ કરી છે કે તે ઈંધણ માટે લાઈનમાં ઉભા રહીને રાહ ન જુએ. જો કે, શ્રીલંકા સરકારે કહ્યુ કે દેશ પાસે ડીઝલનો પૂરતો ભંડાર છે.

srilanka

શ્રીલકાના એક લોકલ ઑનલાઈન પોર્ટલ 'ન્યૂઝફર્સ્ટ ડૉટ એલકે'એ જણાવ્યુ કે વિજળી અને ઉર્જી મંત્રી કંચના વિઝેસેકેરાએ સંસદને જણાવ્યુ કે 28 માર્ચથી શ્રીલંકાઈ સમુદ્ર ક્ષેત્રમાં પેટ્રોલથી લદેલુ એક જહાજ પડ્યુ છે. તેમણે એ વાતની પુષ્ટિ કરી કે દેશમાં પેટ્રોલની ઉપલબ્ધતાની સમસ્યા છે. તેમણે કહ્યુ, અમારી પાસે પેટ્રોલ લદેલા જહાજની ચૂકવણી કરવા માટે અમેરિકી ડૉલર નથી.

વળી, તે જ જહાજ જાન્યુઆરી 2022માં અગાઉના કન્સાઇનમેન્ટ માટે અન્ય $53 મિલિયનનુ દેવુ છે એમ તેમણે જણાવ્યુ હતુ. મંત્રીએ કહ્યુ કે સંબંધિત શિપિંગ કંપની જહાજમાંથી તેલ લઈ શકશે નહિ જ્યાં સુધી બંને ચૂકવણીઓનું સમાધાન ન થાય. એટલા માટે અમે લોકોને ઇંધણ માટે લાઇનમાં રાહ ન જોવા વિનંતી કરી હતી એમ મંત્રીએ જણાવ્યુ હતુ. ડીઝલ સાથે કોઈ સમસ્યા નથી પરંતુ મહેરબાની કરીને પેટ્રોલ માટે લાઈનમાં ઉભા ન રહો. અમારી પાસે પેટ્રોલનો સ્ટોક મર્યાદિત છે અને અમે તેને આવશ્યક સેવાઓ, ખાસ કરીને એમ્બ્યુલન્સ માટે વિતરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

વિજેસેકેરાએ જણાવ્યુ હતુ કે તમામ ફિલિંગ સ્ટેશનો પર પેટ્રોલનું વિતરણ પૂર્ણ કરવામાં શુક્રવારથી વધુ ત્રણ દિવસ લાગશે. મંત્રીએ કહ્યુ કે જૂન 2022 માટે શ્રીલંકાને ઇંધણની આયાત માટે $530 મિલિયનની જરૂર છે. તેમણે કહ્યુ, 'શ્રીલંકાએ ઇંધણના છેલ્લા આયાત માલ માટે $700 મિલિયનથી વધુ ચૂકવવા પડશે.' તમને જણાવી દઈએ કે શ્રીલંકાની સરકારને ખર્ચ ચલાવવા માટે 2.4 ટ્રિલિયન શ્રીલંકન ચલણની જરૂર છે જ્યારે સરકારને મળતી આવક માત્ર 1.6 ટ્રિલિયન છે.

English summary
Sri Lanka asked citizens not to queue for gasoline no dollars to pay for a fuel shipment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X