For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ શરમજનકઃ તાલિબાન

|
Google Oneindia Gujarati News

Yuvi
ઇસ્લામાબાદ, 23 ડિસેમ્બરઃ તાલિબાને પાકિસ્તાનના ક્રિકેટ ટીમની ભારત યાત્રાને આજે શરમજનક ગણાવી છે અને ભારત વિરુદ્ધ હિંસા ફેલાવવાની ધમકી આપી છે. પત્રકારોને મોકલવામા આવેલા ઇ-મેઇલમાં તહરીક એ તાલિબાન પાકિસ્તાનના પ્રવક્તા એહસાનુલ્લાહ એહસાને કહ્યું કે, પાકિસ્તાની ટીમનો ભારતનો પ્રવાસ શરમજનક બાબત છે. પાકિસ્તાન સરકાર પોતાના ખુદા અમેરિકાના આદેશ પર અને ભારતના ડરથી આ બધુ કરી રહી છે. તેણે ભારત વિરુદ્ધ હિંસાની ધમકી આપી છે.

તેમણે કહ્યું કે, ખુદાએ ઇચ્છ્યુ તો તહરીક એ તાલિબાન પાકિસ્તાન ભારતમાં શહિદોના ઋણ ટૂંક સમયમાં ચૂકાવી દેશે. કાશ્મિરોઓના ખુનને ભુલાવો નામથી પોતાના નિવેદનમાં એહસાને કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ એવા સમયે ભારત જઇ રહી છે જ્યાર ભારત કાશ્મિરી મુસ્લિમ રાષ્ટ્રને આઝાદી નથી આપી રહ્યું.

તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેમણે(ભારતે) અમારા નાયક શહિદ અજમલ કસાબની હત્યાની કિંમત ચૂકાવવી પડશે. પાકિસ્તાની તાલિબાને ગયા મહિને જ અજમલ કસાબન ફાંસી આપવા બદલ કાર્યવાહી કરવા અને ભારતીયોને નિશાન બનાવવાની ધમકી આપી હતી.

નોંધનીય છે કે 2008માં મુંબઇમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલામાં એકમાત્ર જીવિત પકડાયેલા આતંકવાદી અજમલ કસાબને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. મુંબઇમાં થયેલા હુમલાઓમાં પોલીસ અધિકારીઓ, એનએસજી કમાન્ડો સહિત થયા હતા અને અનેક નિર્દોષ નાગરીકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. કસાબને ફાંસી આપવામાં આવ્યા બાદ તાલિબને તેને શહિત તરિકે ગણાવ્યો હતો અને તેની મોતનો બદલો લેવા માટે ભારતમાં દહેશત ફેલવવાની ધમકી આપવામા આવી હતી.

English summary
The Taliban on Saturday described the Pakistani cricket team's tour of India as a "disgusting gesture" and held out threats of violence against India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X