For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જળવાયુ પરિવર્તનથી થનારા આ 6 ગંભીર પરિણામો, જે દુનિયા જોશે

મોનાકોમાં આયોજીત આંતરરાષ્ટ્રીય શિખર સમેલનમાં ઈન્ટર-ગવર્નમેન્ટલ પૈનલ ફોર ક્લાઈમેટ ચેન્જ આઈપીસીસીએ મહાસાગરો અને હિમમંડળ પર એક ખાસ રિપોર્ટ જાહેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

મોનાકોમાં આયોજીત આંતરરાષ્ટ્રીય શિખર સમેલનમાં ઈન્ટર-ગવર્નમેન્ટલ પૈનલ ફોર ક્લાઈમેટ ચેન્જ આઈપીસીસીએ મહાસાગરો અને હિમમંડળ પર એક ખાસ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં દુનિયાના મહાસાગરો, ધ્રુવો અને ગ્લેશિયર પર થનારી કેટલીક વિનાશકારી ઘટનાઓના અત્યંત દૂરગામી પરિણામો પર વિસ્તારથી જાણકારી અપાઈ છે. આ રિપોર્ટ આઈપીસીસીના ચેયરમેન હોઉસંગ લીએ જારી કર્યો. તેમણે જણાવ્યુ કે આવનારા 50 વર્ષોમાં દુનિયાના સૌથી મોટા પહાડો, સમુદ્રો અને મહાસાગરોમાં થનારુ પરિવર્તન 1419 મિલિયન એટલે કે લગભગ 141 કરોડ લોકોના જીવનને અસર કરશે. આગામી 10 વર્ષોમાં પૃથ્વીના વધતા તાપમાનને ડોઢ ડિગ્રી સુધી સીમિત નહિં કરાય તો તેના અત્યંત ભયંકર પરિણામ જોવા મળશે.

રિપોર્ટના કેટલાક મુખ્ય અંશો

રિપોર્ટના કેટલાક મુખ્ય અંશો

દુનિયાભરમાં પહાડો પર રહેનારા લોકોની સંખ્યા આશરે 670 મિલિયન છે. ત્યાં જ 680 મિલિયન લોકો નીચલા અને તટીય વિસ્તારમાં રહે છે. 4 મિલિયન લોકો આર્કટિક ક્ષેત્રમાં છે, જ્યારે 65 મિલિનય લોકો નાના-નાના દ્વીપો પર વસવાટ કરે છે. પૃથ્વીના વધતા તાપમાનને નિયંત્રિત નહિં કરાય તો આવનારા 50 વર્ષોમાં આ તમામ લોકોનું જીવન સંકટમાં આવી શકે છે. લોકોએ પોતાનું ઘર છોડવું પડશે. પીવાનું પાણી મળશે નહિં અને તેમણે અનેક બિમારીઓનો સામનો કરવો પડશે.

આઈપીસીસીના ચેયરમેન લીનું કહેવું છે કે જો કાર્બન ઉત્સર્જનને અમે ઝડપથી નિયંત્રિત કરવામાં સફળ થઈએ છતાં આ લોકોના જીવન પર આવનારી મુશ્કેલીઓ ચેલેન્જપૂર્ણ રહેશે. જો કે અમે તેને પહોંચી વળવા સક્ષમ હોઈશું. આ મુદ્દે ચોક્કસ કોઈ એક્શન નહિં લેવાયું તો સંપૂર્ણ માનવજાત માટે આ મુશ્કેલીઓ સામે લડવું અસંભવ બની જશે. રિપોર્ટ અનુસાર ઈન્ડોનેશિયા, યુરોપ અને પૂર્વી આફ્રીકામાં વર્ષ 2100 આવતા આવતા 80 ટકા ગ્લેશિયર ઓગળી ચૂક્યા હશે. દરિયાઈ જળસ્તર ઝડપથી વધી રહ્યુ છે. 20માં સદીમાં દરિયાઈ જળસ્તરમાં 15 સેમી જેટલો વધારો આવ્યો છે. ત્યાં જ ભારત જ નહિં પણ દુનિયાના તમામ દેશો તેના પ્રભાવથી બચી શકશે નહિં. આવો વાત કરીએ આવા કેટલાક મુખ્ય પ્રભાવો જે ભારત સહિત અનેક દેશો પર પડશે.

1) પીવાના પાણીની અછત

1) પીવાના પાણીની અછત

પહાડ મીઠા પાણીને બરફની રૂપે સંગ્રહિત કરે છે. આ બરફ ધીમે ધીમે ઓગળી પહાડી ક્ષેત્રોમાં રહેતા લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. જેમ જેમ ઘરતી ગરમ થઈ રહી છે, ગ્લેશિયર ઓગળી રહ્યુ છે અને 21મી સદી દરમિયાન એશિયા, યુરોપ, દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકામાં ગ્લેશિયરથી થનારી જળપૂર્તિમાં ઘટાડો થવાની શક્યતા છે. એંડીજ, ક્વિટો, લીમા અને લા પાઝ પર ખાસ આ સંકટ તોળાઈ રહ્યુ છે. હિંદુ કુશ હિમાલય ક્ષેત્રમાં સ્થિત ગ્લેશિયર આ વિશાળ વિસ્તારમાં રહેનારા 24 કરોડ લોકોને જળ પૂરું પાડે છે. અહીં ગંગા અને યાંગત્સી સહિત અન્ય 10 નદીઓના જળ સ્ત્રોત પણ છે, જે 1.9 અબજ લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવે છે. જો કે આ ગ્લેશિયર ખતમ થવાની અણીએ છે. પણ જો પ્રદૂષણમાં ઘટાડો નહિં લવાય તો વર્ષ 2100 સુધી આ ક્ષેત્રના ગ્લેશિયરનો બે તૃત્યાંશ ભાગ પીગળી જશે. જેની વૈશ્વિક સ્તરે અસર થશે.

2) પર્માફ્રૉસ્ટ લુપ્ત થઈ જશે

2) પર્માફ્રૉસ્ટ લુપ્ત થઈ જશે

મોટાપાયે કાર્બનને પોતાની અંદર સમાવિષ્ટ કરેલા પર્માફ્રૉસ્ટ અને જામેલી માટી હવે પીગળી રહી છે અને જો પ્રદુષણકારી તત્વોના ઉત્સર્જનમાં ઘટાડો નહિં આવે તો તેમના પીગળવાની ગતિ વધી જશે. પર્માફ્રૉસ્ટ અને જામેલી માટી ઓગળતા તેમાં જામેલો કાર્બનડાય ઓક્સાઈડ અને મિથેન વાતાવરણમાં ભળી જશે, જેથી જળવાયુ પરિવર્તનનો ખતરો વધી જશે. જો પ્રદૂષણમાં ઘટાડો નહિં લવાય તો વર્ષ 2100 સુધી ઓછામાં ઓછા 30 ટકા અને વધુમાં વધુ તમામ નિયર સરફેસ પર્માફ્રૉસ્ટ વિલુપ્ત થઈ શકે છે. પર્માફ્રૉસ્ટના પિગળવાથી સદીઓ સુધી કરોડો અબજ ટન કાર્બન વાતાવરણમાં ભળી જશે.

3) ઓગળી રહેલો ધ્રુવીય બરફ

3) ઓગળી રહેલો ધ્રુવીય બરફ

એન્ટાર્કટિકા અને આર્કટિકમાં થનારા ફેરફારોએ વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તનના ખતરાને વધારી દીધો છે. આ ક્ષેત્રોમાં જામેલી બરફની ચાદરો અને જમા થયેલ દરિયાઈ જળ પણ સૂરજની ગરમીને પરાવર્તન દ્વારા પાછુ અંતરિક્ષમાં મોકલી ઘરતીના તાપમાનને ઘટાડવામાં મદદ કરે છે. આ બરફને નુકશાન પહોંચવાથી ઘરતીની સપાટીનો રંગ ઘટ્ટ થતો જશે. તેનો અર્થ એ છે કે તેનાથી ઘરતી પર ઉર્જા વધુ પહોંચશે. ધ્રુવીય બરફનું પિગળવું પણ વૈશ્વિક સ્તરે દરિયાઈ જળ સ્તરમાં વધારાનું એક મોટુ કારણ છે.

4) કરોડો લોકોએ છોડવું પડશે પોતાનું ઘર

4) કરોડો લોકોએ છોડવું પડશે પોતાનું ઘર

દરિયાઈ જળસ્તરમાં વધારો એક વૈશ્વિક સમસ્યા છે. જો પ્રદૂષણના સ્તરમાં ઘટાડો નહિં લવાય તો વર્ષ 2100 સુધી દરિયાઈ જળસ્તરમાં 1 મીટર જેટલો વધારો આવી જશે. પ્રદૂષણ ઉત્સર્જનમાં સમય સાથે તેજી લાવવામાં આવે તો દરિયાઈ જળસ્તરમાં આવેલ આ વૃદ્ધિને 50 સેન્ટિમિટરની નીચે રાખી શકાય છે. તેનાથી વૈશ્વિક ક્ષેત્રે થનાર નુકશાનને ઘણા અંશે ઓછુ કરી શકાય છે. દરિયાઈ જળસ્તરમાં વધારો થવાથી કરોડો લોકોએ પોતાનું ઘર છોડવું પડશે. જેનાથી ભારે આર્થિક નુકશાન થશે. નીચાણવાળા વિસ્તારમાં વસેલા દેશોનો વિશાળ વિસ્તાર દરિયાઈ જળસ્તરની ભેંટ ચઢી ગયો. જો આ પ્રદૂષણને ઓછુ નહિં કરાય તો અનેક વિસ્તારો ડૂબી જશે. જો દરિયાઈનું સ્તર એક મીટર સુધી વધી જશે તો બાંગ્લાદેશનો આશરે 20 ટકા ભાગ ડૂબી જશે અને 3 કરોડથી વધુ લોકોએ બીજી જગ્યાએ વસવાટ શોધવો પડશે.

5) 26.9 ટ્રિલિયન ડૉલરની સંપતિને ખતરો

5) 26.9 ટ્રિલિયન ડૉલરની સંપતિને ખતરો

આ સદીના અતં સુધી મિસ્ત્રમાં નીલ નદી ડેલ્ટાનો 30 ટકા હિસ્સો ડૂબી જશે. તેનાથી 53 લાખ લોકોની સાથો સાથ મોટા પાટે ખેતીની જમીન પ્રભાવિત થશે. દરિયાઈ જળસ્તર વધવાને કારણે જે શહેરોને સૌથી વધુ નુકશાન થશે તેમાં મુંબઈ, શંગાઈ, ન્યુયોર્ક, મિયામી, લાગોસ, બેંકોક અને ટોક્યો શામેલ છે. જો સમુદ્રનું જળસ્તર 50 સેન્ટિમિટર પણ વધશે તો સૌથી વધુ ખતરો 20 તટિય શહેરોની 26.9 ટ્રિલિયન ડૉલરની સંપિત પર આવશે.

6) દરિયાઈ પ્રજાતિ પર ખતરો

6) દરિયાઈ પ્રજાતિ પર ખતરો

કાર્બન ડાય ઓક્સાઈડના ભળવાથી દરિયાનું પાણી ગરમ અને મેલુ થશે. જો આ પ્રદૂષણ નહિં ઘટાડાય તો વર્ષ 2100 સુધી તમામ દરિયાઈ જીવોની પ્રજાતિની કુલ વસ્તીમાં 17 ટકા જેટલો ઘટાડો આવશે. ખાસ કરીને કોરલ રીફમાં 70થી 90 ટકા સુધીનો ઘટાડો આવવાનું અનુમાન છે. આ પણ ત્યાં સુધી કે વૈશ્વિક તાપમાનમાં દોઢ ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત રહે. જો આ વધીને 2 ડિગ્રી સેલ્સિયસ થયુ તો કોરલ સંપૂર્ણ વિલુપ્ત જઈ જશે. ઉષ્ણ કટિબંધીય મહાસાગરોમાં માછલીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો આવવાનું અનુમાન છે. અત્યારે દુનિયાની 10થી 12 ટકા વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મત્સ્ય ઉદ્યોગ પર નિર્ભર છે, જેથી તેના પર આ પરિસ્થિતિના દૂરગામી પરિણામ ગંભીર રહેશે.

આ પણ વાંચો: ગ્લોબલ બિઝનેસ ફોરમમાં મોદી બોલ્યા- ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારત 1.3 ટ્રિલિયન ડૉલરનું રોકાણ કરશે

English summary
These are the six serious consequences of climate change that the world will see
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X