For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્લોબલ બિઝનેસ ફોરમમાં મોદી બોલ્યા- ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારત 1.3 ટ્રિલિયન ડૉલરનું રોકાણ કરશે

ગ્લોબલ બિઝનેસ ફોરમમાં મોદી બોલ્યા- ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારત 1.3 ટ્રિલિયન ડૉલરનું રોકાણ કરશે

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્કઃ બુધવારે પીએમ મોદીએ બ્લૂમબર્ગ ગ્લોબમ બિઝનેસ ફોરમને સંબોધિત કરી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતે રોકાણ વધારવા માટે કેટલાય ફેસલા લીધા છે. તેમણે કહ્યું કે આગામી વર્ષોમાં ભારત આધુનિક બુનિયાદી ઢાંચામાં 1.3 ટ્રિલિયન ડૉલરનું રોકાણ કરવા જઈ રહ્યું છે. આની સાથે જ દેશમાં સામાજિક બુનિયાદી માળખામાં લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે.

modi

તેમણે કહ્યું કે જો તમે એવા બજારમાં રોકાણ કરવા માંગો છો જ્યાં સ્તર હોય તો ભારત આવો. મોદીએ આગળ કહ્યું કે આજે ભારતમાં એક એવી સરકાર છે જે દેશમાં કારોબારી માહોલને સુધારવાની દિશામાં કામ કરી રહી છે.

કોર્પોરેટમાં ટેક્સમાં કટૌતી કરી ભારતે એક સકારાત્મક સંદેશ આપ્યો છે. આ રોકાણના સ્તરથી ઘણું ક્રાંતિકારી પગલું છે અને આ ફેસલા બાદ બિઝનેસ વર્લ્ડના જેટલા પણ લોકો સાથે મારી વાત થઈ, મુલાકાત થઈ, તેઓ આને બહુ ઐતિહાસિક માની રહ્યા છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે અમારાાં સપનાં અને તમારી ઈચ્છાઓ યોગ્ય રીતે મેળ ખાય છે. તમારી ટેક્નિક અને અમારી પ્રતિભા દુનિયાને બદલી શકે છે. તમારું સ્તર અને અમારું કૌશલ ગ્લોબલ આર્થિક વિકાસને ગતિ આપી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે ચાર પરિબળ જે ભારતને રોકાણ માટે વિશ્વસનીય અને અદ્વિતીય બનાવ છે તે ડેમોક્રેસી, ડેમોગ્રાફી, ડિમાંડ અને નિર્ણય છે.

તેમણે આગળ કહ્યું કે અમે હવે ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ મોટા લક્ષ્યને હાંસલ કરવા માટે અમારી પાસે ક્ષમતા સાહસની સાથોસાથ પરિસ્થિતિઓ પણ છે. તમારી વિવેકપૂર્ણ રીત અને અમારું વ્યવહારિક દિમાગ મેનેજમેન્ટમાં નવી કહાનિઓ લખી શકે છે. તમારી તર્કસંગત રીત અને અમારા માનવીય મૂલ્ય એ રસ્તાને દેખાડી શકે છે જેની દુનિયા તલાશ કરી રહી છે.

 બિહારઃ પેટા ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં ઘમાસાણ, RJD સામે માંઝીએ ઉમેદવાર ઉતાર્યા બિહારઃ પેટા ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં ઘમાસાણ, RJD સામે માંઝીએ ઉમેદવાર ઉતાર્યા

English summary
india will invest 1.3 trillion dollar in infrastructure says pm modi at bloomberg global forum
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X