For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 4 કલાક રહ્યો કોહલીનો રેકોર્ડ, આજે ફરી મળી છે મોટી તક

વિરાટ કોહલીનો એક રેકોર્ડ, જે તેઓ માત્ર 4 કલાક જ પોતાને નામ રાખી શક્યા હતા. આજે ફરી એકવાર તેમની પાસે તક છે આ રેકોર્ડ પોતાને નામ કરવાની.

By Shachi
|
Google Oneindia Gujarati News

ખભાની ઇજાને કારણે એક મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ના કપ્તાન વિરાટ કોહલી એ પોતાની પહેલી મેચમાં જ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં અર્ધ સદી ફટકારી હતી. આ ઇનિંગમાં તેમણે શાનદાર વાપસી કરતાં તેમણે 62 રન બનાવ્યા હતા. આ સાથે જ તેમણે આઇપીએલ ના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો, પરંતુ તેઓ માત્ર ચાર જ કલાક આ રેકોર્ડ પોતાને નામ રાખી શક્યા.

સુરેશ રૈનાએ કર્યો રેકોર્ડ પોતાને નામ

સુરેશ રૈનાએ કર્યો રેકોર્ડ પોતાને નામ

શુક્રવારે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ 62 રન ફટકારી આઇપીએલમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. આ પહેલાં આ રેકોર્ડ સુરેશ રૈનાને નામે હતો, પરંતુ ચાર કલાકની અંદર જ સુરેશે ફરીથી આ રેકોર્ડ પોતાને નામ કરી લીધો હતો. આરસીબીની મેચ બાદ રમાયેલી અન્ય મેચમાં રૈનાએ 35 રન ફટકારતાં કોહલીના સ્કોરથી વધુ સ્કોર બનાવ્યો હતો. માત્ર 4 કલાકની અંદર ફરી એકવાર સુરેશ રૈનાએ વિરાટ કહોલીને પછાડતાં આ રેકોર્ડ પોતાને નામ કરી લીધો હતો.

સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ સુરેશ રૈનાને નામ

સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ સુરેશ રૈનાને નામ

સુરેશ રૈનાના નામે 150 આઇપીએલ મેચો દરમિયાન 4202 રન બનાવવાનો રેકોર્ડ છે. આ લિસ્ટમાં રૈના પહેલા નંબરે છે અને વિરાટ કોહલી બીજા નંબરે છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી ખભાની ઇજાને કારણે આ આઇપીએલ સિઝનની શરૂઆતની ત્રણ મેચો રમી નહોતા શક્યા. શુક્રવારે મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધની મેચમાં કોહલીએ 62 રન ફટકારતાં રૈનાને પાછળ છોડી સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ પોતાને નામ કરી લીધો હતો. જો કે, ત્યાર બાદની મેચમાં રૈનાએ શાનદાર બેટિંગ કરતાં આ રેકોર્ડ ફરી પોતાને નામ કરી લીધો હતો.

કોહલી પાસે છે અન્ય એક તક

કોહલી પાસે છે અન્ય એક તક

મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધની મેચમાં વિરાટ કોહલીએ 47 બોલ પર 62 રન ફટકાર્યા હતા, આ દરમિયાન વિરાટે પાંચ ચોગ્ગા અને બે છગ્ગા માર્યા હતા. તેમના નામે 140 આઇપીએલ મેચ રમવાનો રેકોર્ડ છે, જેમાં તેમણે 4172 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે આરસીબી ટીમનો મુકાબલો પૂના સુપરજાયન્ટ્સ સામે છે. આથી વિરાટ કોહલી પાસે વધુ એક તક છે, આ રેકોર્ડ પોતાને નામ કરવાનો.

આઇપીએલમાં સર્વાધિક રન બનાવનાર ખેલાડીઓ

આઇપીએલમાં સર્વાધિક રન બનાવનાર ખેલાડીઓ

સુરેશ રૈના - 4206
વિરાટ કોહલી - 4172
રોહિત શર્મા - 3883
ગૌતમ ગંભીર - 3816
ડેવિડ વૉર્નર - 3538
રૉબિન ઉથપ્પા - 3488
ક્રિસ ગેલ - 3486
એ.બી.ડિવિલિયર્સ - 3365
એમ.એસ.ધોની - 3303
શિખર ધવન - 3202

અહીં વાંચો

અહીં વાંચો

વિરાટ-અનુષ્કાનો આ ફોટો થઇ રહ્યો છે વાયરલ...વિરાટ-અનુષ્કાનો આ ફોટો થઇ રહ્યો છે વાયરલ...

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
A record which stayed with Virat Kohli for only around 4 hours. Kohli has a chance to retain it again today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X