For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિનના આ સાત રેકોર્ડ ક્યારેય તૂટશે ખરા?

|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક ખેલાડીઓએ વિભિન્ન પ્રકારના રેકોર્ડ નોંધાવ્યા છે. સર ડોન બ્રેડમેને જ્યારે પોતાની કારકિર્દી પૂર્ણ કરી ત્યારે તેમણે 29 સદી ફટકારી હતી. એ સમયે એવું કહેવાતું હતું કે આગામી ઘણા વર્ષો સુધી આ રેકોર્ડ તૂટી શકશે નહીં, પરંતુ 36 વર્ષ બાદ સુનિલ ગાવસ્કરે તેમના રેકોર્ડને તોડ્યો, ત્યારબાદ પાંચ બેટ્સમેનોએ સુનિલ ગાવસ્કર દ્વારા બનાવવામાં આવેલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીના રેકોર્ડને તોડી નાંખ્યો. જેમાં એક નામ ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરનું પણ છે.

સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં 50 સદીઓ ફટકારી છે. હાલના સમયે જોવામાં આવે તો એવો એકપણ ખેલાડી જણાતો નથી કે જે અમુક વર્ષેમાં સચિનના આ રેકોર્ડને તોડી શકશે. આવા અનેક રેકોર્ડ છે, જે સચિન તેંડુલકરે પોતાની 24 વર્ષ જેટલી લાંબી ક્રિકેટ કારકિર્દીમાં બનાવ્યા છે. આજે એમાના જ સાત એવા રેકોર્ડ અંગે અમે તસવીરો થકી માહિતી આપી રહ્યાં છીએ, જે ભવિષ્યમાં કોઇ ખેલાડી દ્વારા તોડવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે.

આ પણ વાંચોઃ- ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડી સંજુ સેમસનની 10 અજાણી વાતો
આ પણ વાંચોઃ- 1975 WC: ‘અણનમ' ગાવસ્કરના 174 બોલમાં માત્ર 36 રન!
આ પણ વાંચોઃ- ...છતાં આ ખેલાડીઓ આગળ ન લાગ્યું ‘મહાન'નું લેબલ

કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન

કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન

1998માં સચિન તેંડુલકરે કેલેન્ડર વર્ષમાં વનડે ક્રિકેટમાં 1894 રન બનાવ્યા હતા. આજે 16 વર્ષ પછી પણ એ રેકોર્ડ એવોને એવો જ છે. સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડે તેમની નજીક પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સચિનના રેકોર્ડને પાર કરી શક્યા નહોતા.

ચોથા નંબરે સૌથી વધુ ટેસ્ટ રન

ચોથા નંબરે સૌથી વધુ ટેસ્ટ રન

સચિન તેંડુલકરે ટેસ્ટ કારકિર્દીમાં અનેક બેટિંગ ક્રમાંકે બેટિંગ કરી છે, જેમાંથી ચોથા નંબર પર બેટિંગ કરતા તેમણે રનનો ઢગલો કરી નાંખ્યો હતો. ચોથા નંબરે બેટિંગ કરતા તેમણે 13492 રન બનાવ્યા છે. આ જ ક્રમે બેટિંગ કરતા બીજા ક્રમે શ્રીલંકન બેટ્સમેન મહિલા જયવર્દને આવે છે, જો તાજેતરમાં નિવૃત થયા છે, તેમણે 9509 રન બનાવ્યા હતા, ત્યારબાદ હાલ ચોથા ક્રમે જો કોઇ બેટ્સમેન એક્ટિવ હોય તો એ રોસ ટેલર છે, જેણે આ ક્રમે બેટિંગ કરતા 3826 રન બનાવ્યા છે, જેથી કહી શકાય કે આ રેકોર્ડ લગભગ તૂટવો અશક્ય છે.

વિશ્વકપમાં સૌથી વધુ રન

વિશ્વકપમાં સૌથી વધુ રન

ક્રિકેટ વિશ્વકપમાં રન કરવાના મામલે પણ સચિન તેંડુલકર બધાથી આગળ છે, સચિને કુલ 6 વિશ્વકપમાં બેટિંગ કર્યું છે અને 2278 રન બનાવ્યા છે. આગામી વર્ષે જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં વિશ્વકપ રમાશે ત્યારે 28 વર્ષમાં પહેલીવાર એવું બનશે કે સચિન તેંડુલકર વિશ્વકપ નહીં રમી રહ્યાં હોય. આ ઉપરાંત તેંડુલકર અન્ય એક રેકોર્ડ પણ ધરાવે છે, એક વિશ્વકપમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ, સચિને 2003ના વિશ્વકપમાં 673 રન કર્યા હતા.

વનડેમાં 15 હજાર રન અને 150 વિકેટ

વનડેમાં 15 હજાર રન અને 150 વિકેટ

વનડે ક્રિકેટની વાત કરવામાં આવે તો વનડે ક્રિકેટમાં સચિન તેંડુલકરે 15 હજાર રન બનાવ્યા છે અને 150 જેટલી વિકેટ લીધી છે, જે એક અનોખો રેકોર્ડ છે અને તે તૂટવો લગભગ અસંભવ સમાન છે.

વનડેમાં સૌથી વધુ વખત મેન ઓફ મેચ એવોર્ડ

વનડેમાં સૌથી વધુ વખત મેન ઓફ મેચ એવોર્ડ

માત્ર રન જ નહીં વનડે મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ સચિન તેંડુલકરને 62 વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સચિન બાદ સૌથી વધુ વખત આ એવોર્ડ સનથ જયસુર્યાને મળ્યો હતો, તેને 48 વખત આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રીજા નંબર પર જેક કાલિસ, રિકી પોન્ટિંગ અને શાહિદ આફ્રિદી આવે છે, જેમને 32 વખત આ એવોર્ડ મળ્યો છે.

સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન

સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ રનના યોગદાનની વાત આવે તો પણ સચિન તેંડુલકર બધાથી આગળ છે. સચિન તેંડુલકરે 34357 રન કર્યા છે. ત્યારબાદ બીજા નંબરે જે નામ આવે છે, તે 7 હજાર રન પાછળ છે. એવી આશા રાખવામાં આવી રહી છેકે સચિનના આ રેકોર્ડને વિરાટ કોહલી અને એલિસ્ટર કૂક પડકારી શકે છે.

100 આંતરરાષ્ટ્રીય સદી

100 આંતરરાષ્ટ્રીય સદી

99 આંતરરાષ્ટ્રીય સદીએ અટકી ગયા બાદ અમુક વર્ષો બાદ 2012માં રમાયેલા એશિયા કપમાં સચિને બાંગ્લાદેશ સામે 100મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. વિશ્વ ક્રિકેટમાં પહેલીવાર કોઇએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 100 સદી ફટકારી છે, જેમાં વનડે અને ટેસ્ટની સદીનો સમાવેશ કરવામાં આવે છે. સચિને વનડેમાં 49 અને ટેસ્ટમાં 51 સદી ફટકારી છે. સચિન બાદ બીજા ક્રમે રિકી પોન્ટિંગ આવે છે, જેણે 71 સદી ફટકારી છે.

English summary
Sachin Tendulkar’s 7 records that are unlikely to be ever broken
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X