હિન્દુઓનું એક પવિત્ર સ્થળ, દુમકા

Posted By:
Subscribe to Oneindia News

દુમકાની પ્રસિદ્ધિ એક જનજાતીય ક્ષેત્રના રૂપમા છે. આ સૌથી જૂનો જિલ્લો હોવાની સાથો-સાથ ઝારખંડના સંથાલ પરગના ડિવિઝનનું મુખ્યાલય પણ છે. આ શહેર તેની મંત્રમુગ્ધ કરી દેતી સુંદરતાના કારણે પણ જાણીતુ છે. અહીં વિશાળ પર્વત, સુરમ્ય પ્રાકૃતિક દ્રશ્ય, નિર્મળ નદીઓ અને હરિયાળી ઘાટીઓ જોઇને તમે રોમાંચિત થયા વગર નહીં રહી શકો.

ઝારખંડના 24 જિલ્લાઓમાના એક દુમકાની ગણતરી ક્યારેક ભારતના સૌથી પછાત જિલ્લામાં થતી હતી, મૂળ રૂપે દુમકા અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલો એક પ્રશાસનિક જિલ્લો હતુ, જેને દમિન ઇના નામથી ઓળખવામાં આવતુ હતુ. વર્તમાનમાં આ ઝારખંડની ઉપરાજધાની છે. દુમકામાં જમીનની ઉત્પાદકતા ઘણી ઓછી છે.

 

દુમકા જિલ્લો ચારેકોરથી પર્વત, જંગલ અને નદીઓથી ઘેરાયેલો છે. મોટા ભાગનો હિસ્સો ઉંચી ભૂમિ પર વસેલો છે, જ્યાં ઉત્તરથી દક્ષિણ તરફ પર્વત છે. લાગવા હિલ્સ નોનીહાટ પાસે આવેલી છે. પોતાની અદભૂત સુંદરતાના કારણે આ દુમકાનું પ્રવાસન સ્થળ બની ગયુ છે. સાથે જ દુમકા એ પ્રવાસી માટે પણ આદર્શ છે, જેમને ટ્રેકિંગમાં રૂચી છે.

દુમકાનો દક્ષિણી-પૂર્વી ભાગ રામગઢ હિલ્સથી ઘેરાયેલો છે. આ શહેરમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પણ આવે છે. ધાર્મિક સ્થળોમાં બાબા વાસુકીનાથ ધામ, મલૂટી, બાબા સુમેશ્વર નાથ અને છોટોનાથ પ્રમુખ છે. આ ઉપરાંત મસનજોર બાંધ, કુમરાબાદ, કુરવાર અથવા શ્રૃષ્ટિ પાર્ક અહીંના ખાસ પિકનિક સ્પોટ છે. મયૂરાક્ષી નદી દુમકામાંથી વહેતી પ્રમુખ નદી છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ ઝારખંડના પવિત્ર સ્થળ દુમકાને.

તતલોઇ
  

તતલોઇ

દુમકામાં આવેલુ તતલોઇ જ્યાં લોકોની આવન-જાવન જોવા મળી રહી છે.

મસ્સંજોરે બાંધ
  

મસ્સંજોરે બાંધ

દુમકામાં આવેલો મસ્સંજોરે બાંધ

બાબા સુમેશ્વરનાથ
  

બાબા સુમેશ્વરનાથ

દુમકામાં આવેલા બાબા સુમેશ્વરનાથ

બાબા બાસુખિનાથ ધામ
  
 

બાબા બાસુખિનાથ ધામ

દુમકામાં આવેલું બાબા બાસુખિનાથ ધામ

મયુરાક્ષી નદી
  

મયુરાક્ષી નદી

દુમકામાંથી વહેતી મયુરાક્ષી નદી

મલૂટી મંદિર
  

મલૂટી મંદિર

દુમકામાં આવેલું મલૂટી મંદિર

મંદિરમાં આવેલું શિવલિંગ
  

મંદિરમાં આવેલું શિવલિંગ

દુમકામાં આવેલા મલૂટી મંદિરનું દર્શનિય શિવલિંગ

મલૂટીની અન્ય એક સુંદર તસવીર
  

મલૂટીની અન્ય એક સુંદર તસવીર

દુમકામાં આવેલા મલૂટીની અન્ય એક સુંદર તસવીર

હિલ્સ
  

હિલ્સ

દુમકામાં આવેલી હિલ્સ

English summary
Dumka is famed as the land of tribals. It is one of the oldest districts and also the headquarter of Santhal Pargana divison in Jharkhand. The city is all through filled up with mesmerising beauty. Gigantic mountains, splendid landscapes, serene rivers and stretches of greenery in the valleys are a treat to the eyes.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.