ભારતનું એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન મહાબલેશ્વર

Posted By:
Subscribe to Oneindia News

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં મહાબલેશ્વર એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. પશ્ચિમી ઘાટમાં સ્થિત, આ સ્થળ વિશ્વના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાં સામેલ છે. મહાબલેશ્વરમાં પ્રવાસી ગરમીની ઋતુમાં જવાનું વધારે પસંદ કરે છે. મહાબલેશ્વરનો શાબ્દિક અર્થ થાય છે- ગોફ ઓફ ગ્રેટ પાવર, એટલે કે ભગવાનની મહાન શક્તિ. મહાબલેશ્વરને પાંચ નદીઓની ભૂમિ કહેવામાં આવે છે. અહીં વીના, ગાયત્રી, સાવિત્રી, કોયના અને કૃષ્ણા નામની પાંચ નદીઓ વહે છે. 4,450 ફૂટની ઉંચાઇ પર વસેલું આ શહેર 150 વર્ગ કિ.મી.ના ક્ષેત્રમાં ફેલાયેલું છે. મહાબલેશ્વર, મુંબઇથી 220 કિ.મી. અને પૂણેથી 180 કિ.મી. દૂર સ્થિત છે.

મહાબલેશ્વરની શોધ સૌથી પહેલા રાજા સિંઘણે કરી હતી. અહીંનું પ્રસિદ્ધ મહાબલેશ્વર મંદિર તેમણે જ બનાવ્યું હતું. 17મી સદી બાદ શિવાજી રાજેએ આ ક્ષેત્ર પર કબજો કરીને અહી પ્રતાપગઢ કિલ્લો બનાવ્યો હતો. 1819માં અંગ્રેજોએ મહાબલેશ્વરને પોતાના હસ્તગત લીધું. આઝાદી બાદ મહાબલેશ્વર એક હિલ સ્ટેશનના રૂપમાં ઉભર્યું.

મહાબલેશ્વરમાં 30થી વધુ સ્થળો છે, જ્યાં પ્રવાસી ભ્રમણ કરી શકે છે. આ ઘાટીઓ, જંગલ, ઝરણા અને ઝીલોની યાત્રાથી થાક દૂર થાય છે. અહીં આવીને સાંજે વિલ્સન પોઇન્ટને જોવાથી અનોખી અનુભૂતિ થાય છે. ઇકો પોઇન્ટ બાળકોનું મનપસંદ સ્થળ છે, જ્યાં જોરથી બૂમ પાડતા અવાજ પરત ફેંકાય છે. એલ્ફિંસ્ટન પોઇન્ટ, માર્જોરી પોઇન્ટ, કૈસલ રોક, ફોકલેન્ડ પોઇન્ટ, કારનેક પોઇન્ટ અને બોમ્બે પોઇન્ટ જોવાનું ના ભૂલો. અહીનો વિશ્વ પ્રસિદ્ધ પ્રતાપગઢ કિલ્લો શિવાજી મહારાજે બનાવડાવ્યો હતો. જે પ્રવાસીઓ માટે કૃતુહલનો વિષય બન્યો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ મહાબલેશ્વરને.

આર્થર સીટ

આર્થર સીટ

મહાબલેશ્વરમાં આવેલું આર્થર સીટ

મહાબલેશ્વર

મહાબલેશ્વર

મહારાષ્ટ્રમાં આવેલુ સુંદર હિલ સ્ટેશન મહાબલેશ્વર

મહાલબેશ્વરનો રોમેન્ટિક નજારો

મહાલબેશ્વરનો રોમેન્ટિક નજારો

મહાબલેશ્વરનો આ રોમેન્ટિક નજારો તમારી અંદરના પ્રેમને વધુ તાજો બનાવી દેશે.

પ્રતાપગઢ કિલ્લો

પ્રતાપગઢ કિલ્લો

મહાબલેશ્વરમાં આવેલો પ્રતાપગઢ કિલ્લો

English summary
Old Mahabaleshwar was first discovered by King Singhan who constructed the famous Mahabaleshwar Temple here. The 17th Century saw Shivaji Maharaj occupy this area, who built the iconic Pratapgad Fort here. Mahabaleshwar later went into the hands of the Britishers around 1819. Soon enough, the present Mahabaleshwar which we have all come to know was discovered and went by the name – Malcolm Peth.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.